Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોવામાં ભયંકર સ્‍થિતિ? ચારેકોર શરદી-કફ-ખાંસી : કોરોનાએ ભયંકર સ્‍પીડ પકડી હોવાના અણસાર : માસ્‍ક કે રૂલ્‍સનું કોઈ પાલન નથી : દવા મળવી મુશ્‍કેલ : અમદાવાદના યુવાનોનો ચોંકાવનારો અનુભવ

રાજકોટ : નવા કોરોનાના આગમનના પગલે દેશમાં અચાનક કોરોનાએ ભયાનક સ્‍પીડ પકડી છે. અમદાવાદના થલતેજ પંથકના બે ગ્રુપો થર્ટી ફર્સ્‍ટની ઉજવણી માટે ગોવા ગયા હતા. તેમાંથી મોટાભાગના બધાને કોરોના વળગ્‍યો હોવાનું બહાર આવ્‍યુ છે. લગભગ ૩૨ યુવક-યુવતીઓમાંથી ૨૫થી વધુ માંદા પડી ગયાનું અને કોરોના આવ્‍યાનું આ ગ્રુપના એક બિન્‍દ્ર (નામ ફેરવ્‍યુ છે) પટેલે જણાવ્‍યુ છે. તેમની સાથેની બીજા ગ્રુપના તમામને કોરોના આવ્‍યો છે.  આ બિન્‍દ્ર પટેલે કહેલ કે આખા ગોવામાં ચારેકોર શરદી અને ઉધરસ - ખાંસતા લોકો (પડી ગયેલા મોઢાવાળા) જોવા મળે છે. ગોવામાં કયાંય માસ્‍ક કે કોવિડ નિયમોનું પાલન જોવા મળતુ નથી. અમે જે ફલાઈટમાં ગયા તેની એર હોસ્‍ટેસ સહિતના કર્મચારીઓ ખાંસતા જોવા મળેલ. બધાને કફ હતો.  બિન્‍દ્રએ કહેલ કે હું ૩૧મીએ પહોંચ્‍યો તો બે દિવસ સૂતો રહેલ. મને ઉંઘ જ આવ્‍યે રાખે છે. અમે ડરના માર્યા આરટી-પીસીઆર ન કરાવ્‍યો અને અમદાવાદ આવતા રહ્યા છીએ અને અમે બધા હોમ કવોરન્‍ટાઈન થઈ ગયા છીએ. સ્‍થિતિ અતિ ગંભીર હોવાનું આ યુવાને કહ્યું હતું.  ગોવામાં મોટાભાગે ગુજરાતી અને મહારાષ્‍ટ્રીયનો વધુ જોવા મળે છે. એટલે આ બંને રાજયોમાં કોરોના બોંબ ફાટશે તેવી સ્‍થિતિ સર્જાઈ છે. જો ગુજરાતમાં યોગ્‍ય ઝડપી પગલા નહિં લેવાય તો ત્રીજી લહેરને રોકવી અસંભવ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.

(12:00 am IST)