Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અભદ્ર ભાષા અને લેખન સંસ્કૃતિ, વિરાસત,પરંપરાની સાથે બંધારણીય અધિકારોની વિરૂદ્ધ છે : હેટ સ્પીચ મામલે વૈંકયા નાયડુનું મોટું નિવેદન

ધર્મ નિર્પેક્ષતા દરેક ભારતીયોના ખુનમાં છે અને દેશની પોતાની સંસ્કૃતિ અને વિરાસત માટે દુનિયાભરમાં સન્માનિત છે

નવી દિલ્હી : તાજેતરમાં હેટ સ્પીચની અનેક ઘટનાઓ સામે આવ્યા પછી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા વાયડૂએ સોમવાર ત્રણ જાન્યુઆરીએ ધર્મ નિર્પેક્ષતા દરેક ભારતીયોના ખુનમાં છે અને દેશની પોતાની સંસ્કૃતિ અને વિરાસત માટે દુનિયાભરમાં સન્માનિત છે.

કેરલના કોટ્ટાયમમાં સંત કુરિયાકોસ એલિયાસ ચાવરાની 150મી પુણ્યતિથીના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું – અભદ્ર ભાષા અને લેખન સંસ્કૃતિ, વિરાસત, પરંપરાની સાથે-સાથે બંધારણીય અધિકારો અને લોકાચાર વિરૂદ્ધ છે. પ્રત્યેક વ્યક્તિને દેશમાં પોતાના ધાર્મિક વિશ્વાસોને માનવા અને પ્રચાર કરવાનો અધિકાર છે. પોતાના ધર્મનું પાલન કરેં, પરંતુ ગાળો ના આપે અને અભદ્ર ભાષા અને લેખનમાં સામેલ ના થાઓ.

 

તેમણે કહ્યું, “સંત ચાવારાએ આપણને શીખવ્યું કે શાંતિપૂર્ણ માનવીય સંબંધો પવિત્ર અને અન્ય કોઈપણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આજે આપણને દરેક સમુદાયમાં એક એવા ચાવારાની જરૂર છે જે સમાજના તમામ વર્ગોને સામાજિક અને સાંસ્કૃતિક રીતે રાષ્ટ્રને એક કરવા અને તેને આગળ લઈ જવા વિશે વિચારે. “

નાયડુએ કહ્યું, યુવાનોએ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને આત્મસાત કરવા તેનું રક્ષણ કરવા અને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. નાયડુએ અન્ય લોકો માટે ‘કેરિંગ’ અને ‘શેરિંગ’ની ભારતની ફિલસૂફીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

“અન્ય લોકો માટે જીવવું એ વ્યક્તિને માત્ર ખૂબ જ સંતોષ જ નહીં આપે પણ તે વ્યક્તિને તેના સારા કાર્યો માટે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

 

ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાની ઉંમરથી જ સેવાની ભાવના કેળવવાની સખત જરૂરત છે. તેમણે સૂચવ્યું કે એકવાર રોગચાળો સમાપ્ત થઈ જાય, સરકારી અને ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા 2-3 અઠવાડિયાની સમુદાય સેવા ફરજિયાત બનાવવી જોઈએ.

તેમણે કહ્યું કે શેર અને સંભાળની ફિલસૂફી ભારતની વર્ષો જૂની સંસ્કૃતિના મૂળમાં છે અને તેનો વ્યાપકપણે પ્રચાર થવો જોઈએ. તેમણે કહ્યું, “અમારા માટે આખું વિશ્વ એક કુટુંબ છે જે આપણા આદર્શ ‘વસુધૈવ કુટુંબકમ’ માં સમાયેલું છે. આ ભાવના સાથે આપણે મળીને આગળ વધવું જોઈએ.”

 

ઉપરાષ્ટ્રપતિએ કોટ્ટાયમમાં સંત કુરિયાકોસ એલિયાસ ચાવારાને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે કહ્યું, “કેરળના આ પ્રતિષ્ઠિત આધ્યાત્મિક અને સામાજિક નેતા, જેમને લોકો તેમના જીવનકાળમાં એક સંત તરીકે આદર આપતા હતા, તે દરેક અર્થમાં સાચા સ્વપ્નદ્રષ્ટા હતા.”

તેમણે કહ્યું કે સંત ચાવારાએ 19મી સદીમાં કેરળ સમાજના આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સુધારક તરીકે પોતાને સામેલ કર્યા હતા અને લોકોના સામાજિક જાગૃતિમાં ઘણું યોગદાન આપ્યું હતું.

(12:00 am IST)