Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પંજાબ વિધાનસભા ચૂંટણી

મહિલાઓને દર મહિને ૨ હજાર રૂપિયા અને વર્ષે ૮ સિલિન્ડર સિદ્ધુની જાહેરાત

ચંદીગઢ,તા. ૪: પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ તરફથી સતત વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી પંજાબની જનતાને કરવામાં આવેલા લલચાવનારા વાયદાઓ બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ઘૂએ જાહેર કર્યું છે કે દરેક મહિલાને ૨ હજાર રૂપિયા મહિને આપવામાં આવશે.

બરનાલામાં નવજોત સિદ્ઘૂએ રેલીમાં કહ્યું ૨૦૦૦ રૂપિયા મહિને પંજાબની મહિલાઓને આપવામાં આવશે. આ પહેલા, પંજાબમાં અરવિંદ કેજરીવાલે દરેક મહિનાને એક હજાર રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસે બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એટલે કે ઘર સંભાળનારી ગૃહિણીઓને મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે.

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે કોંગ્રેસ દરેક ગામમાં મહિલાઓની કમાન્ડો બટાલિયન બનશે. દરેક ગામમાં બે મહિલાઓ આ બટાલિયનમાં રાખવામાં આવશે.(૨૨.૪)

સિદ્ઘૂની જાહેરાતની ખાસ વાતો

* પાંચમુ પાસ બાળકીઓને ૫૦૦૦ રૂપિયા આપશે.

* ૧૦મુ પાસ બાળકીને ૧૫૦૦૦ રૂપિયા આપશે.

* ૧૨મુ પાસ બાળકીને ૨૦૦૦ હજાર રૂપિયા

* કોલેજમાં એડમિશનની રિસિપ્ટ બતાવનારી યુવતીઓને સ્કૂટી મળશે.

* વિદેશમાં જનાર બાળકીને ૧ ટેબલેટ આપશે.

* છોકરીઓના નામે મિલકત- જમીન ફ્રી રજિસ્ટર્ડ થશે.

* મહિલાઓને ઘરગથ્થૂ કામ માટે વ્યાજ આપ્યા વગર ૨ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.

* સિદ્ઘૂએ કોંગ્રેસની મહિલાઓને ભેટ આપવાની જાહેરાત કરી છે.

* પાંચ એકરથી નીચેના ખેડૂત/ મજૂરોને રોજિંદા ધોરણે ૪૦૦ રૂપિયા આપશે.

(9:59 am IST)