Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

નકલી પોલીસ કર્મચારી બની, ૨ યુવતીઓ પર બળાત્કાર

આંધ્રપ્રદેશ : વર્ષની શરૂઆતમાં બનેલી એક વિચિત્ર ઘટના

હૈદ્રાબાદ,તા. ૪ : આંધ્રપ્રદેશના વિઝીઅનાગરમમાં   વર્ષની શરૂઆતમાં બનેલી એક વિચિત્ર ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અહીં, એક કુખ્યાત ગુનેગારે નકલી પોલીસ ઓફિસરનો વેશ ધારણ કરીને ૨ યુવતીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના વિરુદ્ઘ કમ્પ્લેન નોંધાતા, આ ૪૫ વર્ષીય વી રામબાબુની લોકલ પોલીસ અધિકારીઓએ ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, ગવર્નમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતી ૨ યુવતીઓ રાત્રે તેમના મિત્રને મળવા માટે નદીના કિનારે પહોંચી હતી. આરોપ રામબાબુએ આ યુવતીને યુવક સાથે જોતા તે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને પોલીસ કર્મચારી તરીકે પોતાની ઓળખાણ આપી તેમના ફોટા પાડયા હતા અને આ ફોટા તેમના માતાપિતા અને શિક્ષકોને બતાવવાની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કર્યા હતા.

આ બાદ, તેણે ડરાવીને યુવકને ત્યાંથી ભગાડ્યો હતો અને આરોપીએ બંને યુવતીઓને પીંખી નાખી હતી અને યુવતીઓ જો ફરિયાદ કરશે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ડરથી ફફડતી યુવતીઓ ગભરાઈને હોસ્ટેલ પહોંચી હતી અને હોસ્ટેલ વોર્ડનને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. વોર્ડને તેમને હિંમત આપતા, પોલીસ ફરિયાદ કરી કરી હતી.

આરોપી વી. રામબાબુ પર પહેલેથી જ ૧૪ અલગ-અલગ કેસમાં ગુના નોંધાયેલ છે અને આવી ધૃણાસ્પદ દ્યટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે રામબાબૂની ધરપકડ કરી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

(10:00 am IST)