Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમેરિકામાં ૧૦ દિવસમાં ૧૪૦૦૦ ફલાઇટો રદ્દ

કોરોનાથી વિશ્વમાં ૫૪.૬૨ લાખ મોત

વિશ્વ વ્યાપાર સંગઠનની આપાતકાલીન બેઠક બોલાવવા ભારતની રજૂઆત

નવી દિલ્હી તા. ૪ : ભારતે દુનિયામાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના પ્રસ્તાવિત પેકેજ પર વિચારણા માટે આ મહિને જીનીવામાં ડબલ્યુટીઓની સામાન્ય સભાની આપાતકાલીન બેઠક બોલાવવા માંગણી કરી છે. આ પેકેજમાં પેટન્ટમાં છૂટનો પ્રસ્તાવ પણ સામેલ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોનો આંકડો ૨૯.૦૭ કરોડ થઇ ગયો છે. જ્યારે મૃતકોની સંખ્યા ૫૪.૬૨ લાખ થઇ ગઇ છે.

જણાવી દઇએ કે ડબલ્યુટીઓની આમ પરિષદ આ સંગઠનનો નિર્ણય લેનારૂ ઉચ્ચ એકમ છે. સંગઠનના કામકાજને સુચારૂ રૂપે ચલાવવા માટે તેની બેઠક નીયમીત રીતે થતી રહે છે. ભારતે મહામારી સામે લડવામાં મદદ માટે બૌધ્ધિક સંપદા અધિકારો સંબંધી વ્યાપાર પહેલુઓ (ટ્રીપ્સ) પર કોઇ પ્રગતિ ના થવા બાબતે નારાજગી વ્યકત કરતા આ પ્રસ્તાવને ડબલ્યુટીઓના પ્રસ્તાવિત પેકેજમાં સામેલ કરવાનું આહવાન કર્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રીકાએ ઓકટોબર, ૨૦૨૦માં પહેલો પ્રસ્તાવ આપતા કહ્યું હતું કે, કોરોનાની રોકથામ અને ઇલાજમાં મદદ બાબતે બધા ડબલ્યુટીઓ સભ્યોને ટ્રીપ્સ સમજૂતિની કેટલીક જોગવાઇઓના અમલીકરણમાં છૂટ મળવી જોઇએ.

(10:03 am IST)