Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમેરિકામાં કોરોનાનો મહાવિસ્ફોટઃ ૧ દિવસમાં ૧૦ લાખ કેસ

અમેરિકામાં કુદકેને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યા છેઃ અત્યાર સુધીમાં ૫.૫ કરોડ કેસઃ ૮૨૬૦૦૦ લોકોના મોત

વોશિંગ્ટન, તા. ૪: ઓમિક્રોન વેરીયન્ટ ઝડપથી ફેલાવા વચ્ચે અમેરિકામાં સોમવારે ૧૦ લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. યુએસએ ટુડેના રીપોર્ટ અનુસાર અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોના વાયરસની કોઈપણ પાછલી લહેરની તુલનામાં ૩ ગણાથી વધુ નવા કેસ નોંધાયા છે. રીપોર્ટ અનુસાર એકલા સોમવારે જ ૧૦ લાખથી વધુ કેસ નોંધાયા છે.
જોન્સ હોપકિન્સ યુનિ.ના આંકડા અનુસાર પાછલા સપ્તાહમાં દર ૧૦૦ અમેરિકનોમાથી લગભગ ૧ કોરોના પોઝીટીવ જણાયો હતો.
યુએસએ ટુડેના રીપોર્ટ અનુસાર આજે રાષ્ટ્રપતિ બાયડેન અને ઉંપરાષ્ટ્રપતિ કમલા હેરીસે વ્હાઈટ હાઉંસમાં કોરોના વાયરસ પ્રતિક્રિયા ટીમ સાથે બેઠક યોજી છે કે જેથી કાર્યવાહી પર ચર્ચા થઈ શકે.
જોન્સ હોપકિન્સ યુનિ.ના આંકડાએ પહેલા દિવસની તુલનામાં લગભગ ૧૦૪૨૦૦૦ વધુ કેસ બતાવ્યા છે. આ પહેલા ગુરૂવારે ૫૯૧૦૦૦ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૫.૫ કરોડ કોરોનાના કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં ૮૨૬૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.

 

(10:32 am IST)