Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઓમિક્રોનની તપાસ માટેની કિટને ICMRની મંજુરી

હવે હારશે ઓમિક્રોન : ટાટા મેડિકલે તૈયાર કરી છે કિટ

નવી દિલ્‍હી, તા. ૪ : કોરોના વાયરસના નવાં વેરિયન્‍ટ ઓમિક્રોનના વધતાં કેસ સામે એક રાહતના સમાચાર આવ્‍યા છે. કે હવે ઓમિક્રોનનું સંક્રમણ તમને લાગુ પડ્‍યું છે કે નહીં એ તો કમસે કમ જલ્‍દી જાણી શકાશે. તેના માટે હવે જીનોમ સિક્‍વન્‍સિંગ રિપોર્ટ આવવાની રાહ નહીં જોવી પડે એવું હવે લાગી રહ્યું છે.  Tata Medical દ્વારા તૈયાર કરવામાં આવી કીટ
મળેલી જાણકારી મુજબ ટાટા મેડિકલ, મુંબઈની કીટને ૩૦ ડિસેમ્‍બરે મંજૂરી મળી ગઈ હતી. જેની જાણકારી હવે સામે આવી છે.
હાલમાં અમેરિકાની Thermo Fisher દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહેલી કીટ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. અને હવે ટાટાની જે કિટને મંજૂરી મળી ગઈ છે તેનું નામ TATA MD CHECK RT-PCR OmiSure  છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્‍ટ્રેટેજીથી ઓમિક્રોનની જાણકારી મેળવે છે.
દેશમાં ૧૫-૧૮ વર્ષના છોકરાઓને વેક્‍સિનેશન શરૂ થઈ ચુકી છે. રાજ્‍યોએ પણ કોરોનાને લડવા માટે તમામ પૂરતી તૈયારી કરી લીધી છે. હોસ્‍પિટલોમાં સુરક્ષાના તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મોટાભાગની શાળાઓમાં વિન્‍ટર વેકેશનનો વધારી દીધું છે. કોવિડ ટાસ્‍ક ફોર્સના પ્રમુખ એનકે અરોરાએ જણાવ્‍યું કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્‍તક દઈ દીધી છે અને ૭૫ ટકા કેસ ઓમિક્રોનના છે. તેમણે કહ્યું કે ભારતમાં સ્‍પસ્‍ટ રીતે કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. તેમણે એવું પણ જણાવ્‍યું કે ૧૫થી ૧૮ વર્ષના બાળકો માટે કોવેક્‍સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ભારતમાં હાલમાં દિલ્‍હી અને મુંબઈમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ છે. દિલ્‍હી અને મુંબઈમાં આજે કોરોનાના ૧૨૦૦૦થી વધારે કેસ આવ્‍યાં છે. દિલ્‍હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના ૪૦૦૦થી વધારે નવા કેસ આવ્‍યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્‍યા વધીને ૧૪.૫૮ લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને ૬.૪૬ ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે ૧ દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્‍હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્‍યું છે. દિલ્‍હીમાં સતત ૧૦મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્‍યો છે. એનટીએજીઆઈ પરના નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના વડા ડો. અરોરાએ જણાવ્‍યું કે મહાનગરોમાં ૭૫ ટકાથી વધારે કેસ ઓમિક્રોનના છે.   દિલ્‍હી, મુંબઈ અને કોલકાતામાં દેશમાં ઓમિક્રોનના કુલ કેસોમાં ૭૫ ટકા કેસ નોંધાયા છે.  હતું કે, રાષ્‍ટ્રીય સ્‍તરે તમામ વેરિએન્‍ટ્‍સમાંથી ૧૨ ટકા છેલ્લા અઠવાડિયામાં ઓમિક્રોન કેસ રહ્યા છે. પરંતુ છેલ્લા સપ્તાહના આધારે આ રેશિયો ૨૮ ટકા સુધી પહોંચી ગયો છે. આવી પરિસ્‍થિતિમાં, ઓમિક્રોન કોરોનાના બીજા વેરિયન્‍ટની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

 

(2:29 pm IST)