Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શ્રીનગરમાં 'ચિલ્લાઈકલાં' સીઝનમાં જોરદાર બરફવર્ષાઃ ગુલમર્ગ જવાનો રસ્તો બંધ

શ્રીનગરમાં અત્યારે બપોરે ૧૨:૩૦ વાગ્યે જોરદાર બરફવર્ષા થઈ રહી છે : કાશ્મીરમાં ઠેર-ઠેર ભારે હિમવર્ષા ચાલુ હોવાનું જાણવા મળે છે : કાશ્મીરમાં ચિલ્લાઈકલાનની ઠંડી માણવા પહોંચેલા રાજકોટની આરસીસી બેન્કના સીઈઓ શ્રી પુરૂષોત્તમ પીપળીયાએ જણાવ્યુ છે કે શ્રીનગરમાં બરફવર્ષા જોરદાર થઈ રહી છે અને ગુલમર્ગ તરફ જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે : સંભવ છે કે સૌરાષ્ટ્રમાં બે દિવસ પછી જોરદાર ઠંડી પડી શકે

(2:38 pm IST)