Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સરકારના આંકડામાં જ વિરોધાભાસ?

૧૦,૧૨૦ના મૃત્યુઆંક સામે સહાય ૪૩ હજારને ચૂકવાઈ સરકારનું અત્યાર સુધીનું જુઠ્ઠાણું સામે આવી ગયું

સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલા એફિડેવિટમાં કોરોનાથી મૃત્યુ મામલે ૪૩ હજારને સહાય ચૂકવી છે જયારે તેના સરકારી આંકડા મુજબ તે ૧૦ હજાર છે

નવી દિલ્હી, તા.૪: કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં જાણે હાહાકાર મચાવ્યો હતો. એવી પરિસ્થિતિ સર્જાઇ હતી કે હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડયા હતાં. આરોગ્યની કથળેલી સ્થિતિ પર પડદો ઢાંકવા સરકારે કોરોનાનો મૃત્યુઆંક છુપાવવા પ્રયાસ કર્યો હોવાના આરોપ પણ લાગ્યા હતા. જોકે સરકારે એક જ રટણ ચાલું રાખ્યું હતું કે કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ જ કોરોના મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જયારે વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકી કાઢી અને કાન આમળ્યા પછી જે લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે તેમનો આંકડો જોતા બે સવાલ થાય છે કે તો શું સરકાર પહેલા કોરોના મૃત્યુઆંક મામલે ખોટું બોલતી હતી કે પછી હવે કોરોના મૃત્યુ સહાય આપવા મામલે ખોટા આંકડા આપી રહી છે? બંને રીતે સરકારનું જૂઠાણું છાપરે ચડીને પોકારી રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો સત્ત્।ાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવાય છે જયારે હવે સરકાર કબૂલી રહી છેકે કે તેના દ્વારા ૪૩ હજાર લોકોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે. ટૂંકમાં ,સત્ત્।ાવાર મૃત્યુઆંક કરતાં ચાર ગણા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તે વાત હવે ખુલ્લી પડી છે. કોરોનાને કારણે હજારો લોકોના મોત નિપજયા છે. બીજી તરફ વિપક્ષ ખૂબ જ મોટો આક્ષેપ કરી રહ્યો છે કે રાજયમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે પણ રાજય સરકારે આ વાતને નકારી કાઢી હતી. ગુજરાત સરકાર અત્યાર સુધી રટણ રટી રહી છેકે, કોરોનાથી ૧૦,૧૨૦ લોકોના મોત થયા છે. તેથી જ કોરોનાના મૃતકોના પરિવારજનોને રૂ.૫૦ હજાર સહાય ચૂકવવાના મુદ્દે ગુજરાત સરકારના અટપટા નિયમો દ્યડયા હતાં જેથી સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુપ્રિમે લાંલ આંખ કરતાં આખરે ગુજરાત સરકારે નિયમો હળવા કરી સુપ્રીમની માર્ગદર્શિકા મુજબ કોરોનાના મૃતકોના સ્વજનોને સહાય ચૂકવવા માંડી હતી.

અધિકારિક સૂત્રોના મતે, તા.૩જી જાન્યુઆરી,૨૦૨૨ સુધી ગુજરાતમાં ૪૩ હજાર લોકોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધી કુલ મળીને અંદાજે અઢી કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. હજુ તો અરજીઓ આવી રહી છે. કોરોનાની સહાયના આંકડાએ સરકારના જુઠ્ઠાણાને ખુલ્લુ પાડયુ છે. સરકારના સત્ત્।ાવાર મૃત્યુઆંક કરતાં ચાર ગણાં વધુ લોકોને સહાય અપાઇ છે. અત્યાર સુધી એ વાત સાબિત થઇ છેકે, ગુજરાતમાં ૪૩ હજાર લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

મહત્વની વાત તો એ છે કે, સરકાર આજે પણ કોરોનાનો સત્ત્।ાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવી રહી છે જયારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટમાં કોરોનાથી મૃત્યુ મામલે સહાયના જે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે તે બંને આંકડાઓમાં જમીન આસમાનનો ફરક છે. આ મામલે સરકાર એવા બહાના આપી રહી છે કે સુપ્રિમે કોરોનાના મૃત્યુની વ્યાખ્યા અલગ તારવી હોવાથી મૃત્યુઆંક વધ્યો છે. જોકે, એક વાત ચોક્કસ સામે આવી છે કે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક દ્યણો મોટો છે.

(3:22 pm IST)