Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પૂ.હરિચરણદાસજીબાપુના હાર્ટ ફંકશનમાં થોડી તકલીફ, હીમોગ્‍લોબીન પણ ઓછું: સંતો-મહંતોએ ખબર-અંતર પૂછ્‍યા

જો પૂ.બાપુને ગયાથી રાજકોટ લાવવામાં આવે તો કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પીએ સાગર ખીમાણીએ પૂરતી મદદની ખાતરી આપી : ભકતોને મહારાજશ્રીના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરવા અપીલ

રાજકોટ : ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજીબાપુની તબિયત ગંભીર છે તેઓને ઈન્‍ફેકશન છે. હાર્ટ ફંકશનમાં થોડી તકલીફ છે, તેમનું હિમોગ્‍લોબીન પણ ઓછું છે. મહારાજશ્રી હાલ ગયામાં છે. ગોંડલથી તબીબોની ટીમ રવાના થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
પૂ.રણછોડદાસજીબાપુના અનન્‍ય ભકત એવા શ્રી નીતિનભાઈ રાયચુરાએ જણાવ્‍યું હતું કે, પૂ.હરિચરણદાસજી બાપુને ઈન્‍ફેકશન છે. હિમોગ્‍લોબીન ઓછું છે, હાર્ટ ફંકશનમાં થોડી તકલીફ છે. તેઓએ જણાવેલ કે ગોંડલથી તબીબોની ટીમ ગયા જવા રવાના થઈ ગયા છે. તબીબો દ્વારા પૂ.બાપુનું નિદાન કર્યા બાદ તેઓને રાજકોટ કે ગોંડલ લઈ આવવા તે અંગે નિર્ણય લેવામાં આવશે.
શ્રી રાયચુરાએ વધુમાં જણાવેલ કે જો પૂ.હરિચરણદાસજીબાપુને રાજકોટ લાવવામાં આવે તો કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના પીએ સાગરભાઈ ખીમાણીએ ગયાથી રાજકોટ લાવવા અંગે પૂરતી મદદ કરવાની ખાતરી આપી છે. દરમિયાન વીરપુરના ગાદીપતિ પૂ.રઘુરામબાપાએ પૂ.બાપુના ખબર -અંતર પૂછયા હતા. આ ઉપરાંત અનેક સંતો - મહંતો પણ ગયા પહોંચી રહ્યા છે. સૌ ભાવિકોને પૂ.બાપુના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા અપીલ કરાઈ છે.

 

(3:44 pm IST)