Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શ્રીનગર એરપોર્ટ રર ફલાઇટો રદઃ ૧આંતરરાષ્ટ્રીય સહીત ર૦ ફલાઇટ આવવાની બાકી

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા-વરસાદઃ લોવીઝીબીલીટી

શ્રીનગર, તા., ૪: કાશ્મીર  ખીણ પ્રદેશમાં ભારે બરફવર્ષા અને વરસાદના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી આવતી-જતી રર જેટલી ફલાઇટો રદ થઇ છે. લો વીઝીબીલીટીના કારણે આ નિર્ણય લેવાયેલ. એરપોર્ટ ડાયરેકટર કુલદીપસિંહ મુજબ અત્યારે પણ ૧ આંતરરાષ્ટ્રીય સહીત ર૦ જેટલી ફલાઇટ બાકી છે પણ તે અંગે કશુ કહી શકાય તેમ નથી. જો હવામાન સુધરશે તો ફલાઇટને આવવા-જવાની પરવાનગી અપાશે નહીતર આ સ્થિતિમાં રદ કરાશે.

શ્રીનગર સહીત કાશ્મીર ખીણમાં ઉંચાઇ વાળા વિસ્તારોમાં બરફવર્ષા થઇ રહી છે. ઘણા મેદાની વિસ્તારોમાં વરસાદ પણ થઇ રહયો છે. આખી કાશ્મીર ખીણ બરફની સફેદ ચાદરમાં લપેટાયેલ નજરે પડે છે. આકાશમાં પણ ધુમ્મસ છવાયેલુ છે. સાંજ સુધીમાં ર૧ ફલાઇટો આવવાની બાકી છે.

જયારે હવામાન ખાતાએ ૯ જાન્યુઆરી સુધી જમ્મુ-કાશ્મીરમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવી છે. જેથી હિમસ્ખલન અને ભુસ્ખલની સંભાવનાને જોતા હવામાન વિભાગે ઓરેન્જ એેલર્ટ આપ્યું છે. કુલદીપસિંહે જણાવેલ કે હવામાનમાં સુધાર થતા આગળનો નિર્ણય લેવાશે.

(3:45 pm IST)