Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

લ્યો બોલો..! આ ભાઈએ ઓનલાઈન મોતને આમંત્રણ આપ્યું તો ફ્લિપકાર્ટના ૪ અધિકારી સામે થયો કેસ

આ ઘટના મસુરીની છેઃ જયાં એક યુવકે ઓનલાઈન ઘેર મગાવી આત્મહત્યા કરી લીધી હતી

મસુરી, તા.૪: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું, કપડા ઓર્ડર કરવા અથવા કોઈ પણ વસ્તુ ઓર્ડર કરવી આજના જમાનામાં સામાન્ય થઈ ગયું છે. પણ ઓનલાઈન મોતને આમંત્રણ આપવું એ વાત થોડી વિચિત્ર લાગે? પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ ફ્લિપકાર્ટના ડિરેકટર પ્રવીણ પ્રસાદ, મનોજ એસ મની અને રિજનલ મેનેજર અનુભવ શર્મા વિરુદ્ઘ FIR નોંધવામાં આવી છે. આ મામલો ફ્લિપકાર્ટ પરથી મંગાવેલ ઝેર પીને યુવક અબ્દુલ વાહિદની આત્મહત્યાનો છે. કોર્ટના આદેશ પર નોંધાયેલી એફઆઈઆરમાં મસૂરી પોલીસ સ્ટેશને દોષિત હત્યા અને ષડયંત્રની કલમો લગાવી છે.

મસૂરીના ખાંચા રોડ પર રહેતો અબ્દુલ વાહિદ (૨૪ વર્ષ) કેબ ચલાવતો હતો. કોરોના કર્ફ્યુમાં તેની કમાણી ઘણી ઓછી હતી. જેના કારણે તે તણાવમાં ચાલી રહ્યો હતો. તેણે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ઓનલાઈન ઝેર મંગાવીને ખાધું હતું. મરતા પહેલા તેણે જણાવ્યું કે ઝેર ઓનલાઈન મંગાવ્યું હતું.

તેની રેપર કેબમાંથી મળી આવી હતી. તેમની તબિયત બગડતાં તેમને સર્વોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારના સભ્યો તરફથી હાજર રહેલા એડવોકેટ રહીસુદ્દીને જણાવ્યું હતું કે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સુધાંશુ શેખરે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. મસૂરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. બંને નામના આરોપીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમનું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(3:45 pm IST)