Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્હી-યુપીમાં સામાન્ય, મ.પ્રમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતના મોસમ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : પહાડી રાજ્યોમાં બરફવર્ષા, મેદાની વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડીની વચ્ચે વરસાદની ગતિવિધિઓ વધશે

નવી દિલ્હી તા.૪ : ઉત્તર ભારતના મોસમ પર પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે તો મેદાની વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડીની વચ્ચે વરસાદની ગતિવિધિઓ વધવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી ત્રણ દિવસની અંદર ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આશા છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય વરસાદ તો મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની સાથે કરા પડવાની આશંકા છે. જેનાથી તાપમાનમાં એકવાર ફરી ઘટાડો આવવાની આશા છે. હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટ અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી હવાઓનો ક્ષેત્ર બનેલુ છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકમાં યુપીના સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, ખતૌલી અને હરિયાણાના કુરૂક્ષેત્ર, કરનાલ, જિંદ, પાણીપત અને આસપાસના વિસ્તારમાં વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યુ કે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી હવામાનમાં પરિવર્તન આજે એટલે કે ૦૪ જાન્યુઆરીની સાંજે જોવા મળશે. આકાશમાં વાદળ છવાઈ રહેવાની વચ્ચે દિવસના સમયે તાપમાન વધશે પરંતુ ઠંડી રહેશે.

વાદળોની અવર-જવરની વચ્ચે કેટલાક સ્થળો પર વરસાદ થવાની આશા છે, પરંતુ પ્રદેશમાં હજુ શીતલહેરથી સામાન્ય રાહત મળી શકે છે. હવામાન વિભાગે કહ્યુ કે આગામી બે દિવસ પશ્ચિમી હિમાચલી વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષાનો સિલસિલો જારી રહેવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અલગ-અલગ સ્થળ પર ભારે વરસાદની સાથે જ બરફવર્ષાના આસાર છે. દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ઘણી ખરાબ શ્રેણીમાં છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ૪ થી ૭ જાન્યુઆરીની વચ્ચે વરસાદ થયા બાદ વાયુ ગુણવત્તામાં કેટલાક સુધાર થવાની સંભાવના છે.

(7:36 pm IST)