Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પટિયાલા મેડિકલ કોલેજના ૧૦૨ વિદ્યાર્થીઓને કોરોના

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા : સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, પટિયાલાના તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી

ચંદીગઢ, તા.૪ : ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. લેટેસ્ટ મામલો પંજાબનો છે.અહીંયા પટિયાલા જિલ્લાની મેડિકલ કોલેજમાં ભણતા ૧૦૨ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતા સરકાર ચોંકી ઉઠી છે.આ તમામ કેસ નવા વેરિએ્ન્ટ ઓમિક્રોનના હોવાની આશંકા છે.

તમામ સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.પટિયાલાના તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા આ જ જિલ્લાના થાપર ઈન્સ્ટિટ્યુટમાં ભણતા ૯૩ વિદ્યાર્થીઓને પણ કોરોના થઈ ચુકયો છે. દરમિયાન સરકારી હોસ્પિટલમાં પણ ૨૨ એમબીબીએસ વિદ્યાર્થીઓ અને ડોકટરો પણ કોરોના વોઝિટિવ આવ્યા છે.આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોવાથી તેમને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

(7:38 pm IST)