Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ : ધોરણ 8 સુધી શાળાઓ બંધ રહેશે : 15 દિવસ માટે સખ્ત નિયંત્રણો

સરકારી અને બિન-સરકારી કચેરીઓ 50% ક્ષમતા સાથે કામ કરશેઃનવમા અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે : લગ્ન સમારોહ અને શ્રાદ્ધ કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 લોકોને મંજૂરી : ધાર્મિક સ્થળો બંધ રહેશે. મોલ, સિનેમા, ક્લબ, સ્વિમિંગ પુલ,સ્ટેડિયમ, જીમ, પાર્ક પણ 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે

બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ થશે આગામી તા, 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બિહારમાં સખ્ત નિયંત્રણો લાગુ રહશે ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. ધોરણ 8 સુધી શાળાઓ બંધ રહેશે

સરકારી અને બિન-સરકારી કચેરીઓ 50% ક્ષમતા સાથે કામ કરશે ,નવમા અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે,: લગ્ન સમારોહ અને શ્રાદ્ધ કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 લોકોને મંજૂરી અપાશે ,ધાર્મિક સ્થળો બંધ રહેશે.  મોલ, સિનેમા, ક્લબ, સ્વિમિંગ પુલ,સ્ટેડિયમ, જીમ, પાર્ક પણ 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે

(9:59 pm IST)