Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્હી-મહારાષ્ટ્ર બાદ બંગાળમાં પણ કોરોનાનો વિસ્ફોટ : એક જ દિવસમાં 9073 લોકો સંક્રમિત

કોલકાતામાં 83 પોલીસ કર્મચારીઓને કોરોના વળગ્યો :કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 100 થી વધુ લોકો અને નોર્થ બંગાળ મેડિકલ કોલેજમાં 25 મેડિકલ સ્ટાફ કોરોના પોઝિટિવ

નવી દિલ્હી :  દેશમાં કોરોના વાયરસ અને તેનો નવો વેરીઅન્ટ ઓમીક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી, વાયરસના સંક્રમણને રોકવા માટે ફરીથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને નિયંત્રણો  લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં પણ કોરોનાનો ધડાકો થયો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 9073 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 16 લોકોના મોત થયા છે. તે જ સમયે, 3,768 લોકોને રજા આપવામાં આવી હતી.

કોલકાતામાં 83 પોલીસ કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 100 થી વધુ લોકો અને નોર્થ બંગાળ મેડિકલ કોલેજમાં 25 મેડિકલ સ્ટાફ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

(12:52 am IST)