Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મહિને ૧૦ હજારની કમાણીને IT વિભાગે ૧ કરોડ ૧૪ લાખની નોટીસ મોકલી

મુંબઈ, તા.૪: મુંબઈને અડીને આવેલા કલ્‍યાણથી એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. ત્‍યાં હાઉસ કીપિંગ અને સુરક્ષા ગાર્ડની નોકરી કરનારા શખ્‍સને ઈન્‍કમ ટેક્‍સ વિભાગે  ૧ કરોડ ૧૪ લાખની નોટીસ મોકલી છે. આ નોટિસ જોઈને સુરક્ષા ગાર્ડ હેરાન રહી ગયો હતો. તેમનું નામ ચંદ્રકાંત વરત છે.

૫૬ વર્ષના ચંદ્રકાંત વરકનું કહેવું છે કે, જેટલો ટેક્‍સ તેમને ભરવા માટે કહેવામાં આવી રહ્યો છે એટલા પૈસા તો તેમણે માત્ર ટીવી માં જ જોયા છે. જ્‍યારે તેમને આ નોટિસ મળી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચંદ્રકાંત વરત પોતાની ફરિયાદ લઈને ઈન્‍કમ ટેક્‍સ વિભાગ પર પહોંચ્‍યો અને પૂછપરછ કરી. ત્‍યાંથી જે જવાબ મળ્‍યો તે સાંભળીને તે હેરાન રહી ગયો. તેમને કહેવામાં આવ્‍યું કે, તેમના પાન કાર્ડના નંબરનો ઉપયોગ કરીને વિદેશમાં શોપિંગ કરવામાં આવી છે.

ચંદ્રકાંત વરકનું કહેવું છે કે તેમને કંઈ સમજાતું નથી. આ બાબતની યોગ્‍ય તપાસ થવી જોઈએ અને તેમને આ મામલામાં રાહત આપવી જોઈએ. ૫૬ વર્ષીય ચંદ્રકાંત વરક કલ્‍યાણના થંકરપાડા વિસ્‍તારની જૈન ચાલમાં તેની બહેન સાથે રહે છે. તેઓ કયારેક હાઉસ કીપિંગ અથવા સિકયોરિટી ગાર્ડ તરીકે અને કયારેક કુરિયર બોય તરીકે કામ કરે છે. કોઈક રીતે તેઓ ૧૦,૦૦૦ના પગારથી ગુજરાન ચલાવે છે. પરંતુ બુધવારે (૧ ફેબ્રુઆરી) તેમને આવકવેરા વિભાગ તરફથી ૧ કરોડ ૧૪ લાખ રૂપિયા ચૂકવવા માટે મોકલવામાં આવેલી નોટિસ મળી હતી. તેમને જ્‍યારથી નોટિસ મળી ત્‍યારથી તેઓ પરેશાન છે.

પૂછપરછ દરમિયાન આવકવેરા વિભાગે તેમને જણાવ્‍યું કે, તેમના પાન કાર્ડ અને કાગળોનો ઉપયોગ કરીને ચીનમાં સામાન ખરીદવામાં આવ્‍યો છે. તે ખરીદીઓ પર ટેક્‍સ ચૂકવવામાં આવ્‍યો નથી. અધિકારીઓએ તેને પોલીસ સ્‍ટેશન જવા કહ્યું છે. હવે ચંદ્રકાંત વરક પોલીસ સ્‍ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ કરવાની હિંમત દાખવી રહ્યા છે.(

(4:01 pm IST)