Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ડો. મનમોહન સિંઘને હવે સંસદમાં છેલ્લી લાઇનમાં બેસાડવામાં આવશે

મનમોહન સિંઘનું સ્‍વાસ્‍થ્‍ય લાંબા સમયથી ખરાબ છે : તેઓ સદનમાં વ્‍હીલચેર પર આવે છે એટલું જ નહીં પણ સદનની કાર્યવાહી દરમિયાન તેઓ વ્‍હીલચેર પર રહે છે

નવી દિલ્‍હી તા. ૪ : કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ રાજયસભાના સાંસદ છે. રાજયસભામાં તેમની સીટિંગ અરેંજમેન્‍ટ પર મોટા ફેરફાર કરવામાં આવ્‍યા છે. પહેલા મનમોહન સિંહ જયાં ફ્રન્‍ટ રોમાં બેસતા હતા, તો હવે તેમને છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવશે. જો કે, તેની પાછળ કોઈ રાજકીય કારણ જવાબદાર નથી, પણ તેમના સ્‍વાસ્‍થ્‍ય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. હવે મનમોહન સિંહની સીટ પર પૂર્વ નાણામંત્ર પી ચિદંમ્‍બર બેસશે.

આ અંગે કહેવાયુ છે કે, મનમોહન સિંહનું સ્‍વાસ્‍થ્‍ય લાંબા સમયથી ખરાબ છે. તેઓ સદનમાં વ્‍હીલચેર પર આવે છે. એટલું જ નહીં પણ સદનની કાર્યવાહી દરમિયાન તેઓ વ્‍હીલચેર પર રહે છે. રાજયસભામાં પ્રથમ લાઈનમાં વ્‍હીલચેર રાખવાની વ્‍યવસ્‍થા હાલમાં છે નહીં. ત્‍યારે આવા સમયે નિર્ણય લેવામાં આવ્‍યો છે કે, તેમને અંતિમ લાઈનમાં બેસાડવામાં આવે. અહીં પણ તેઓ વ્‍હીલચેર પર બેસશે, જેથી તેમને કઈ સમસ્‍યા ન આવે.

સંસદની પરંપરા અનુસાર, અમુક વરિષ્ઠ સભ્‍યો, પૂર્વ પ્રધાનમંત્રીઓ, સંસદીય દળના યોગ્‍ય નેતાઓ અને પાર્ટીના વરિષ્ઠ સાંસદોને ફ્રન્‍ટ લાઈનમાં બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આવી જ રીતે ડો. મનમોહન સિંહની જગ્‍યા સદનમાં આગળની લાઈનમાં હતી. પણ ખરાબ સ્‍વાસ્‍થ્‍યના કારણે તેમની બેસવાની વ્‍યવસ્‍થામાં ફેરફાર કરવામાં આવ્‍યો છે

(4:30 pm IST)