Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

દીપક ચાહરની પત્‍ની સાથે છેતરપિંડી, બિઝનેશમાં ભાગીદારી બાદ ધમકીઓ મળતા પોલીસ ફરીયાદ

૧૦ લાખ રૂપિયા પારેખ સ્‍પોર્ટસ- શોપના માલીક પિતા- પુત્રને આપ્‍યા હતા

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટર દીપક ચાહરની પત્‍નિ જયા ભારદ્વાજે પહેલા આર્થિક સહાય કરી હતી અને બાદમાં પૈસાની માંગણી કરતા જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જેને લઈ આગ્રામાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આગ્રા પોલીસે ઘટના અંગે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ધમકીઓ આપનાર હૈદરાબાદ ક્રિકેટ સંઘનો પૂર્વ અધિકારી અને તેના પુત્ર છે. દીપકની પત્‍નિ જયા ભારદ્વાજના દ્વારા હૈદરાબાદના પારેખ પિતા પુત્રને નવો બિઝનેશ શરુ કરવા માટે આપ્‍યા હતા. જે રકમની ઉઘરાણી કરતા ધાક ધમકીઓ આપવામાં આવી હતી.જયા ભારદ્વાજના સસરા એટલે કે, દીપકના પિતાએ આ અંગે આગ્રામાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં જયાની સાથે થયેલા ગેરવર્તન અંગેની વિગતવાર ફરીયાદ લખવામાં આવી છે.

દીપક ચાહરની પત્‍નિ જયાએ બિઝનેશમાં ભાગીદારીની શરૂઆત કરવા માટે હૈદરાબાદના કમલેશ પારેખ અને ધ્રૂવ પારેખને રોકડ રકમ આપી હતી. જયાએ બિઝનેશ શરૂ કરવા માટે ૧૦ લાખ રૂપિયા પારેખ સ્‍પોર્ટ્‍સ અને શોપના માલિક પિતા પુત્રને આપ્‍યા હતા. આમ દીપકની પત્‍નિએ આ પિતા પુત્ર સાથે ભાગીદારી ધંધો શરુ કર્યો હતો. આ માટે ચુકવેલ રકમ ઓનલાઈન પેમેન્‍ટ દ્વારા મોકલવી હતી. જોકે ત્‍યારબાદ પિતા પુત્રએ પોતાની દાનત બદલી હતી અને પૈસા પરત કર્યા નહોતા

(4:36 pm IST)