Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાનખાનની જેલ ભરો આંદોલનની જાહેરાત: કહ્યું - અમે દેશની તમામ જેલ ભરશું

ઇમરાને રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે બદલો લેવાની ગતિવિધિઓમાં પીટીઆઈના સભ્યો અને તેના સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ફરી એકવાર વર્તમાન સરકાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનના લોકો આંદોલન માટે તૈયાર રહે. તેમને કહ્યું કે આપણે બધા જેલ જવા માટે તૈયાર થઈએ. ઈમરાને કહ્યું કે અમે સરકારનું સપનું પૂરું કરીશું. મારા એક સંકેત પર બધા બહાર આવ્યા અને જેલ ભરો આંદોલન માટે તેમની ધરપકડ કરી. અમે દેશની તમામ જેલો ભરીશું 

પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને “જેલ ભરો આંદોલન”ની જાહેરાત કરી છે. શનિવારે રાષ્ટ્રને સંબોધતા તેમને કહ્યું કે બદલો લેવાની ગતિવિધિઓમાં પીટીઆઈના સભ્યો અને તેના સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેને કહ્યું, ‘અમે ધરપકડથી ડરતા નથી. ઈમરાન ખાને દેશના આર્થિક સંકટને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ષડયંત્ર કરીને સત્તામાં આવેલા લોકોએ દેશને બરબાદ કરી દીધો છે. તેમને કહ્યું કે, આયાતી સરકાર પાસે દેશની પ્રગતિ માટે કોઈ રોડમેપ નથી.

 

પીટીઆઈના અધ્યક્ષે કહ્યું કે નાણાપ્રધાન ઈસ્હાક ડારે પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને ધમકી આપી હતી અને હવે તેઓ આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તા સામે ઝૂકી ગયા છે. ઈમરાન ખાને કહ્યું કે તેને આ પહેલા રાજ્યવ્યાપી હડતાળ કરવા પર બોલાવવાનું વિચાર્યું હતું, પરંતુ દેશને વધુ આર્થિક નુકસાન થવાની ચિંતાને કારણે પોતાનો નિર્ણય બદલ્યો હતો. તેમને કહ્યું કે રાજકીય પક્ષોની સરખામણીમાં પીટીઆઈને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેથી લંડનમાંથી કોઈ આવીને ઈલેક્શન જીતી શકે. તેમની સામે હાલમાં 60થી વધુ કેસ નોંધાયેલા છે.

(9:13 pm IST)