Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગાઝિયાબાદમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાના કેસમાં દોષિતને કોર્ટે ફાંસીની સજા ફટાકારી

ઘરની બહારથી બાળકીનું અપહરણ કરી જંગલ વિસ્તાર પાસે લઈ જઈ દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી બાળકીની લાશને છુપાવી દીધી

ગાઝિયાબાદમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કરાયેસા સોનૂ ગુપ્તાને ફાંસીની સજા ફટાકારી છે. આ સાથે જ તેને 20 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે સોનૂને ગઈ કાલે જ દોષી ઠેરવ્યો હતો. તેણે કોર્ટમાં કબૂલ કર્યું હતું કે, આ દરિંદગી તેણે જ કરી હતી. શહેરમાં આવેલા જંગલ વિસ્તાર પાસે ઘરની બહાર ચબૂતરા નજીક રમી રહેલી બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો.

  5 ડિસેમ્બરના રોજ બાળકીને તેની દાદી લગભગ બપોરે 1:00 વાગ્યે સ્કૂલથી લઈને આવી હતી. પરિવારના લોકો ઘરની અંદર જમી રહ્યા હતા.બાળકી બહાર રમી હતી. ત્યારે સોનૂ ગુપ્તા ઘરની બહારથી બાળકીનું અપહરણ કરી લીધુ હતુ અને જંગલ વિસ્તાર પાસે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા પછી બાળકીની લાશને છુપાવી દીધી હતી. આ મામલે આરોપી સોનુ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી હતી.

(1:20 am IST)