Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રામથી માંડીને કૃષ્ણની નગર સુધી બીજેપીની હાર

અયોધ્યા, મથુરા, પીએમના કાશીમાં ભાજપનો ઘોર પરાજયઃ પંચાયતની ચૂંટણીઓમાં સપાનો દબદબોઃ બંગાળ બાદ યુપીમાં પણ ભાજપને ફટકો

લખનઉ, તા.૪: પશ્ચિમ બંગાળના પરિણામોએ તો ભાજપની ઉંદ્ય હરામ કરી છે, ત્યાં વળી યુપીની પંચાયત ચૂંટણીએ એકદમ નિરાશ કર્યા છે. આ ચૂંટણીમાં ભાજપને રાજકીય રીતે મોટો ઝટકો લાગ્યો છે. અયોધ્યાથી લઈને મથુરા તથા કાશી સહિત સમગ્ર રાજયમાં સપાએ ભાજપને બરાબરનો જડબાતોડ જવાબ આપ્યો છે.યુપીના આ ત્રણેય જિલ્લામાં યોગી આદિત્યનાથ સરકારના એજન્ડામાં શામેલ છે તેમ છતાં પણ અયોધ્યા, મથુરા, કાશીમાં મળેલી હારથી ભાજપમાં સોપો પડી ગયો છે.

અયોધ્યામાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યા જિલ્લા પંચાયચની કુલ ૪૦ સીટો ચે. જેમાંથી ૨૪ સીટો પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. ભાજપને ફકત અહી નામ માત્રની ૬ સીટ મળી છે. આ ઉપરાંત ૧૨ સીટો પર અપક્ષ ઉમેદવારોને દબદબો રહ્યો છે. ભાજપ અહીં પોતાની હાર માટે ભલે ગમે તેવા દાવા કરે, પણ સત્ય હકીકત એ છે કે, ભાજપને લોકો હવે નકારતા જાય છે.

પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ભાજપની હાલત ચિંતાજનક છે. એમએલસી ચૂંટણીમાં ભાજપને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કાશીમાં ભૂંડી હાર મળી છે. અહીં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ફકત ૮ સીટો આવી છે. સમાજવાદી પાર્ટીએ ૧૪ સીટો આંચકી લીધી છે. અહીં બસપાએ પણ દમ દેખાડ્યો છે. પાંચ સીટો તેમના ખાતામાં ગઈ છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીને ૧ સીટ ગઈ છે. તો વળી અપક્ષના ૩ ઉમેદવારોને પણ જીત મળી છે. અહીં ૨૦૧૫થી ભાજપની ભૂંડી હાર થતી આવે છે.

કૃષ્ણનગરી મથુરા જિલ્લામાં વાત કરીએ તો, અહીં પણ ભાજપને હાર મળી છે. મથુરામાં બહુજન સમાજ પાર્ટીએ બાજી મારી છે. અહીં બસપાના ૧૨ ઉમેદવારોએ જીત મેળવી છે. બસપા બાદ આરએલડીને ૯ સીટો મળી છે. તો વળી ભાજપને ફકત ૮ સીટ મળી છે.સપાને એક સીટ તો અપક્ષને ૩ સીટો મળી છે. મથુરામાં તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ખુદ જિલ્લા અધ્યક્ષ અહીં હારી ગયા છે.

(11:18 am IST)
  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST