Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સ્થાનિક લોકડાઉનથી જૂન સુધીમાં ઈકોનોમીને ૨.૮ લાખ કરોડનો ફટકો

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બાર્કલેજની ચિંતાજનક ભવિષ્યવાણીઃ કોરોના પર કાબુ મેળવવો જરૂરી

નવી દિલ્હી, તા. ૪ :. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બાર્કલેજએ કહ્યુ છે કે ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરવાથી બચાવવા માટે સંક્રમણ પર કાબુ મેળવવો જરૂરી છે. જો સ્થિતિ આવી જ ભયાનક રહે તો અને અનેક રાજ્યોમાં સ્થાનિક લોકડાઉન જૂન સુધી લાગુ રહે તો આનાથી અર્થતંત્રને ૩૮.૪ અબજ ડોલર એટલે કે ૨.૮ લાખ કરોડનુ નુકશાન થઈ શકે છે.

કંપનીએ કહ્યુ છે કે સંક્રમણની પહેલી લહેર પર કાબુ મેળવવા માટે લાગેલા દેશવ્યાપી લોકડાઉનથી માંગ અને રોજગાર માઠી અસર પડી હતી. બીજી લહેરમાં મહામારીના વધુ નિરાશાવાદી પરીદ્રશ્ય પર જો તત્કાલ કાબુ નહિ મેળવાય અને અવરજવર પર ઓગષ્ટ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે તો વૃદ્ધિદર ઘટીને ૮.૮ ટકા થઈ જશે.

કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિદર અનુમાનને ૧૧ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરી દીધા છે. દેશમાં અનિશ્ચિતતાને જોતા આ ઘટાડો થયો છે.

(11:55 am IST)