Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના કયારે શાંત પડશે? CMના અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન કોરોના પોઝીટીવઃ હોમઆઇસોલેટ થયા

ગુજરાતના વધુ એક ઉચ્ચ અધિકારી સંક્રમિતઃ જો કે તેમને છે હળવા લક્ષણો

અમદાવાદ, તા.૪: ગુજરાત રાજયમાં કોરોનાવાયરસ એ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજયમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક નેતાઓ અને ફ્રન્ટ લાઈન  વર્કર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ગઈકાલે ગુજરાત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયોહોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ શ્રેણીમાં હવે ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.CMનાં અગ્ર મુખ્યસચિવ પણ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત બન્યા હતા.

CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરીના કારણે પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે તમામ લોકોની અટકળોનો અંત આવ્યો છે,વધુમાં પ્રાપ્ત CMO વર્તુળમાંથી પ્રાપ્ત  વિગતો પ્રમાણે એક સપ્તાહથી  હોમ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.તેમજ તેઓને કોરોનાનાં હળવા લક્ષણો હોવાની  માહિતી કોરોના હોવા છતાબહાર આવી છે, તેઓ દ્યેર બેઠા બેઠા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.તેમજ આગામી એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર  હાજર થશે.જયારે ભારતીબેન શિયાળને કોરોના ના લક્ષણો જણાતા હોમ અઈસોલેટ થયા છે. સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિગેરે પણ કોરોના સંક્રમિત થતાં થયા છે. ભારતીબેન શિયાળ એ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે . રાજયમાં કોરોના નો આંક ૧૪,૦૦૦ને પાર પહોંચી ચૂકયો છે જોકે છેલ્લા બે દિવસથી કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં સામાન્ય કહી શકાય તેવો દ્યટાડો પણ નોંધાયો છે.રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક નેતાઓ કોરોના નો શિકાર બની ચુકયા છે, આ સિવાય પણ ભાજપ અને કોંગ્રેસ બંને ના ધારાસભ્યો અને  કાર્યકર્તાઓ કોરોના નો શિકાર બની ચુકયા છે.ભાજપના રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ નું કોરોના ના કારણે નિધન થયું હતું. જયારે કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનો પણ કોરોના ના કારણે નિધન થયું હતું.

(3:16 pm IST)
  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST