Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ટિવટરે કંગનાની બકબક કરી બંધઃ સતત ભડકાઉ નિવેદનો કરતા ટિવટર અકાઉન્ટ કર્યુ સસ્પેન્ડઃ ચારેબાજૂ થઈ રહી છે ટીકા

નવી દિલ્હી, તા.૪: કંગના રનૌતે સૌશ્યલ મીડિયા પર ખૂબજ એકિટવ રહે છે. દેશ વિદેશના મુદ્દાઓ ઉપર પોતાનો મત રાખતી હોય છે. હાલ માં જ ઓકિસજન ને લઈનેપોતાની રાય રાખ્યા પછી તેણે બંગાલ વિધાનસભા પરિણામો ઉપર પણ પોતાનો મત રાખ્યો હતો. પશ્યિમ બંગાળમાં એક વાર ફરીથી મમતા બેનર્જીની પાર્ટીની જીત થઈ તો કંગનાએ કેટલાય ટ્વિટ્સ કર્યા. પોતાની પોસ્ટમાં તેણે બંગાળ હિંસાની વિરુદ્ઘ પોતાની મત રાખતા ટીએમસી પર ગંભીર આરોપ લગાવયા છે. જેના કેટલાક સમય પછી જ કંગનાની ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

કંગના રનૌત મોટે ભાગે સોશ્યલ મીડિયામાં પર બીજેપી અને પીએમ મોદીના સપોર્ટમાં સતત નજર આવી રહી છે. પશ્યિમ બંગાળમાં થઈ રહેલી હિંસા પર કંગના ટીએમસી પર નિશાન સાધતા ટ્વિટ કરી રહી તી. કેટલાક સમય પહેલા તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે હું ખોટી હતી, તે રાવણ નથી. તેતો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. દુનિયામાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન એડમિનિસ્ટ્રેટર હતા વિદ્વાન હતા. અને વીણા બજાવનાર પોતાની પ્રજાનો રાજા હતા, તે તો લોહીની તરસી રાક્ષસી તાડકા છે. જેને લોકોને તેના માટે વોટ કર્યો, લોહીથી તમારા હાથ પણ ખરડાયેલા છે. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે ટીએમસી ગુંડાઓએ બીજેપીના કાર્યકર્તાઓના ગેંગરેપ કર્યા છે. ઈંદિરા ગાંધીએ ૩૯ વખત આપતકાલ લગાવ્યો અને તેણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતને આ વાતની પરવાહ નથી કે તમે શું વિચારી રહ્યા છો. આ અભણ લોહીના પ્યાસી રાષ્ટ્ર પ્રેમી મોદીની ભાષા નથી સમજતા, તેમને ડંડા જોઈએ.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાન સભાના ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી ત્યાંથી હિંસાના સમાચાર આવી રહ્યા હતા. બીજેપીનો દાવો છે કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ બીજેપી કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે.

(4:11 pm IST)
  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST