Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ભારતમાં કાળોકેર મચાવી રહેલા કોરોનાના નવા વેરિએન્ટ B. 1. 1.7ની પ્રથમ તસ્વીર આવી સામે

કેનેડાના વૈજ્ઞાનિકો એ જારી કરી તસ્વીર

ટોરેન્ટો, તા.૪: કેનેડાના વેજ્ઞાનિકોએ કોવિડ -૧૯ વાયરસના B.1.1.7 વેરિએન્ટની પ્રથમ તસવીર પ્રકાશિત કરી છે. આના દ્વારા, તે જણાઈ શકાશે કે, તે વાયરસના અગાઉ મળેલા વેરિએન્ટ કરતાં વધુ ચેપી કેમ છે. B.1.1.7 વેરિએન્ટને લીધે, યુકેમાં માત્ર કોરોનાના કેસમાં વધારો થયો ન હતો, પરંતુ ભારત અને કેનેડામાં પણ તે ચેપના કેસમાં વધારોનું કારણ બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં B.1.1.7 વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ કારણે, મોટી સંખ્યામાં પરિવર્તન જોવા મળ્યું.

યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ તસ્વીરને એટોમિક-રેજોલ્યૂશન પર લેવામાં આવ્યો છે, જે B.1.1.7 વેરિએન્ટ કેમ વધુ ચેપી છે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી આપશે. B.1.1.7 વેરિએન્ટ બ્રિટનમાં પ્રથમ મળી આવ્યો હતો. હાલમાં, કેનેડામાં આવતા કોરોના કેસનું કારણ આ પ્રકાર છે. યુબીસી સંશોધનકારોની આ ટીમનું નેતૃત્વ ડો. શ્રીરામ સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું. તે બાયોકેમિસ્ટ્રી અને મોલેકયુલર બાયોલોજી ફેકલ્ટીના યુબીસીના મેડિસિન વિભાગના પ્રોફેસર છે.

ડો. શ્રીરામ સુબ્રમણ્યમ ખાસ કરીને કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનમાં મળી આવતા N501Y નામના મ્યુટેશન માટે રસ ધરાવતા હતા. કોરોના વાયરસ માનવ શરીરમાં હાજર કોષોથી પોતાને જોડે છે અને તેને ચેપ લગાવે છે. તેમણે કહ્યું, અમારા દ્વારા લેવામાં આવેલા તસ્વીરમાં N501Y મ્યુટેશનની પ્રથમ માળખાકીય ઝલક દેખાય છે. તે પણ દર્શાવે છે કે તેમાં થતા ફેરફારો સ્થાનિય રીતે થાય છે.

ડો. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે N501Y મ્યુટેશન એ B.1.1.7  વેરિએન્ટમાં ખરેખર એક માત્ર પરિવર્તન છે જે સ્પાઇક પ્રોટીનમાં સ્થિત છે. આ તે છે જે માનવ શરીરમાં હાજર ACE2 રીસેપ્ટરને જોડે છે. ACE2  રીસેપ્ટર એ આપણા શરીરના કોષોની સપાટી પર હાજર એક એન્ઝાઇમ છે, જે Sars-CoV-2  વાયરસમાં પ્રવેશ દ્વારા કાર્ય કરે છે.

કોરોના વાયરસ પિનની ટોચ કરતા એક મિલિયન ગણો નાનો છે અને સામાન્ય માઇક્રોસ્કોપથી તે શોધવું અત્યંત મુશ્કેલ છે. સંશોધન ટીમે વાયરસ અને પ્રોટીનનાં વિશાળ કદને શોધવા માટે, 'ક્રિઓ-ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ'નો ઉપયોગ કર્યો, જેને ક્રાયો-ઇએમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ માઇક્રોસ્કોપ ૧૨ ફૂટ સુધીની ઉંચાઈએ છે અને તસવીરો લેવા માટે પ્રવાહી નાઇટ્રોજન તાપમાન પર ઇલેકટ્રોન તરંગોનો ઉપયોગ કરે છે. ડો.સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અમારા ક્રાયો-ઇએમ દ્વારા લેવામાં આવેલ ફોટોગ્રાફ ACE2  સાથે Y અવશેષો (501Y) મ્યુટેશનનો સંબંધ દર્શાવે છે. આ અંગે, અમે માનીએ છીએ કે આ B.1.1.7 ની બાઈન્ડીંગ અને સંક્રામકતા વધારવાનું કારણ છે.

(4:14 pm IST)