Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બિહાર સરકારને પટણા હાઇકોર્ટની ફટકાર : કોવિદ -19 ઉપર કાબુ મેળવી શકો તેમ ન હો તો સ્વાસ્થ્ય સેવા સૈન્યને સોંપી દયો : કોર્ટની અવાર નવાર સૂચનાઓ પછી પણ સુધારો ન થાય તે બાબત શરમજનક

પટણા :  પટણા હાઇકોર્ટે આજ મંગળવારના રોજ બિહાર સરકારનો ઉધડો લીધો હતો. અને જણાવ્યું હતું કે કોવિદ -19 ઉપર કાબુ મેળવી શકો તેમ ન હો તો સ્વાસ્થ્ય સેવા સૈન્યને સોંપી દયો .  કોર્ટની અવાર નવાર સૂચનાઓ પછી પણ સુધારો ન થાય તે બાબત શરમજનક છે.

આ સંદર્ભમાં, જ્યારે એબીપી ન્યૂઝે એડવોકેટ જનરલ લલિત કિશોર સાથે વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, "હાલમાં લેખિતમાં કંઈ જ કહેવામાં આવ્યું નથી. પરંતુ એટલું  ચોક્કસ કહ્યું છે કે અમારી સમજથી તમે નિષ્ફળ રહ્યા છો, તો પછી બિહારમાં સૈન્યને સ્વાસ્થ્ય સેવા કેમ સોંપવામાં આવશે નહીં?

એડવોકેટ જનરલે કહ્યું, "છેલ્લી ક્ષણે અદાલતે કહ્યું છે કે આ વિષય પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પહેલા તમે તમારી બધી વિગતો સોંપી દો અને તે પછી તેને ધ્યાનમાં લેવામાં આવશે." તેમણે જણાવ્યું હતું કે તેમને વિગતો ફાઇલ કરવા કહેવામાં આવ્યું છે અને આ માટે આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને આવતીકાલે તેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આગામી મુદત 6 મે ના રોજ રાખવામાં આવી છે. તેવું એબીપી ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(6:10 pm IST)