Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની મોટી કાર્યવાહી : CGHSના બે ડૉક્ટરો સસ્પેન્ડ

દિલ્હીની એક ખાસ ફાર્મા કંપનીને ફાયદો પહોંચાડવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવાયા

નવી દિલ્હી :કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) ના ડોકટરોને દિલ્હીમાં ચોક્કસ ફાર્મા કંપનીને અમુક દવાઓ આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ANI સૂત્રોને ટાંકીને જણાવે છે કે શાહદરા અને દ્વારકા સેક્ટર 9માં CGHS ડિસ્પેન્સરીમાં તૈનાત મુખ્ય તબીબી અધિકારીએ CGHSમાં અન્ય એક ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. CGHS ના સેન્ટ્રલ વાયરહાઉસમાં પહેલેથી જ સસ્તા દરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ ઉપલબ્ધ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય તબીબોને પણ આવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ  માંડવિયાની કચેરીએ થોડા મહિના પહેલા ફરિયાદ મળતાં કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો અને પ્રાથમિક તપાસમાં દવાઓ લખવા અને ફાર્મા કંપનીને ફાયદો પહોંચાડવાના મામલે ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. માંડવિયાએ પણ આવા ઉલ્લંઘનો સામે પગલાં લીધાં હતાં અને આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો.

(12:00 am IST)