Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પેરોલ પર બહાર આવેલો રામ રહીમ નકલી: સમર્થકોની હાઈકોર્ટમાં અરજી: તપાસની માંગણી :સોમવારે સુનાવણી

પેરોલ પર બહાર આવેલા ડેરા પ્રમુખના હાવભાવ અસલી રામ રહીમ જેવા નથી.

હરિયાણાના ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને પેરોલ આપવામાં આવી છે. જેલ વિભાગે રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને પેરોલ આપી છે. ત્યારે હવે ડેરાના સમર્થકોને એવી શંકા થઈ રહી છે કે, જેલમાંથી બહાર આવેલો રામ રહીમ અસલી નથી અને આ મામલે તપાસ માટે તેમણે હાઈકોર્ટમાં એક અરજી પણ કરી છે.

અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે પેરોલ પર બહાર આવેલા ડેરા પ્રમુખના હાવભાવ અસલી રામ રહીમ જેવા નથી. સાથે જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, અસલી ડેરા પ્રમુખને રાજસ્થાન લઈ જવામાં આવ્યો છે. અરજીમાં સરકાર સમક્ષ આ મામલે તપાસ કરવા માગણી કરવામાં આવી છે અને સોમવારના રોજ હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી થવાની છે.

ગત 17 જૂનના રોજ સવારના સમયે રામ રહીમને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. પેરોલની અવધિ દરમિયાન તે ઉત્તર પ્રદેશના બાગપત આશ્રમમાં રહી રહ્યો છે. આ આશ્રમ બાગપતના બરનાવા ગામમાં આવેલો છે. હરિયાણા સરકારે રામ રહીમને એક મહિનાના પેરોલ આપ્યા છે.

(11:36 pm IST)