Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૫

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સમર્પણ

‘‘જીવન સમર્પણ બનશે તો જ તેનો કોઇ અર્થ નીકળશે.અર્થ સમર્પણથી આવે છ.ે અને જેટલા મોટા ધ્‍યેય માટે સમર્પણ હશે એટલો જ મોટો અર્થ નીકળશે''

એવા લોકો છે જે દેશ માટે સમર્પીત છે દેશ ખૂબજ નાની વસ્‍તુ છે સમર્પીત થવા માટે અને મુર્ખામીભર્યું પણ છે. હીટલર જેવા લોકો આ સમર્પીત થવાના ભાવનો ઉપયોગ કરે છે.

એવા પણ લોકો છે જે હીન્‍દુ ધર્મ, ક્રિીયન, ઇસ્‍લામને સમર્પીત છે તે દેશ કરતા સારૂ છે પરંતુ આ પણ સંપ્રદાયો છે અને માનવજાને વિભાજીત કરે છે એક વ્‍યકિત ક્રિીયન બની જાય છે એક વ્‍યકિત હીન્‍દુ બની જાય છે. અને ભાગલા પડે છે વિરોધ થાય છે હિંસા થાય છે. હિંસા થાય છે પ્રેમના નામે તેથી જે કઇ પણ ભાગલા પાડે છે તેને કયારેય સમર્પીત ના થાવ.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:35 am IST)