Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બેન્‍કોને લાગ્‍યો ૪૧,૦૦૦ કરોડનો ચૂનો

મુંબઇ,તા. ૪ : આરબીઆઇના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડી મામલે ફસાયેલી રાશિ ૪૧,૦૦૦ કરોડ રૂપિયા હતી, જયારે તેની અગાઉના નાણાકીય વર્ષમાં આ રકમ ૧.૦૫ લાખ કરોડ રૂપિયા હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યુ છે કે પ્રાઇવેટ અને પબ્‍લિક સેક્‍ટરની બેન્‍કમાં ૨૦૨૧-૨૨માં છેતરપિંડીના કેસ ઘટીને ૧૧ થયા હતા, જે ૨૦૨૦-૨૧માં ૨૬૫ હતા. પબ્‍લિક સેક્‍ટરની બેન્‍કની વાત કરીએ તો આમાં ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસની સંખ્‍યા ૧૬૭થી ઘટીને ૮૦ થઇ છે, જયારે પ્રાઇવેટ સેક્‍ટરની બેન્‍કમાં આવા કેસની સંખ્‍યા ૯૮થી ઘટીને ૩૮ થઇ છે.પબ્‍લિક સેકટરની બેન્‍ક સંબંધિત છેતરપિંડીના મામલે ફસાયેલી રાશિ ઘટીને ૨૮,૦૦૦ કરોડ થઇ છે, જે ૨૦૨૦-૨૧માં ૬૫,૯૦૦ કરોડ રૂપિયા હતા. પ્રાઇવેટ સેકટરની બેન્‍ક માટે આ રાશિ ૩૯,૯૦૦ કરોડ રૂપિયાથી ઘટીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એસબીઆઇમાં ૨૨,૮૪૨ કરોડ રૂપિયાનો સૌથી મોટો બેન્‍ક ફ્રોડ થયો હતો, જે એબીજી શિપયાર્ડ અને તેના પ્રમોટર્સે કર્યો હતો. આ રાશિ નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેન્‍ક સાથે કરવામાં આવેલા ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ફ્રોડથી પણ વધુ છે. 

(9:42 am IST)