Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

નવી જનરેશનની ફેશન, મેલ મોડેલ્‍સે સાડી પહેરી

જેન્‍ડર ઇક્‍વાલિટીને પ્રમોટ કરવા કોલકાતામાં અનોખો પ્રયાસ

મુંબઇ,તા. ૪ : પુરૂષત્‍વ અને મોડેલિંગના પરંપરાગત ખયાલાને પડકાર આપતાં કોલકતામાં બે મેલ મોડેલ્‍સે સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્‍યું હતું. સમગ્ર વિશ્વમાં સાડીને ભારતીય મહિલાઓના પોષાક તરીકે ગણવામાં આવે છે. સાડી પહેરેલા પુરૂષને ભાગ્‍યે જ કોઇએ જોયો હશે. સાડી પહેરવામાં ફેશન અને બહાદુરી બંને છે તેવું બતાવવાની સાથે જેન્‍ડર ઇક્‍વાલિટીનો મેસેજ આપવાનો પ્રયાસ થયો હતો.

મોડેલ્‍સ પ્રીચમ ઘોષાલ અને અમિત જૈને સાડીમાં ફોટોશૂટ કરાવ્‍યુ હતું. તેમણે કહ્યુ હતુ કે આ નવી જનરેશનના પુરૂષોની ફેશન છે અને પુરૂષત્‍વના પરંપરાગત વિચારોને પડકારવા માટે તેમણે સાડી પહેરી છે. પ્રાઇડ મંથ ઇનિશિટિએટિવ અંતર્ગત દેબારૂપા ભટ્ટાચાર્ય દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. પોષાકની મદદથી ભેદભાવ દૂર કરવાનો આ પ્રયાસ હોવાનું આયોજનકોએ જણાવ્‍યુ હતું. ઉલ્લેખનીય છે કે, ગે-લેસ્‍બિયન કમ્‍યુનિટીના અધિકારી બાબતે જાગૃતિ માટે પ્રાઇડ મંથનું સેલિબ્રેશન કરવામાં આવે છે.

(10:09 am IST)