Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાર્કિન્‍સન ડીસીઝના લક્ષણો તમારી ચાલ પરથી ખબર પડી જાય છે

ફકત હાથમાં ધ્રુજારીએ એક માત્ર લક્ષણ નથી, ઘણા લક્ષણો છે

યુકેમાં લગભગ ૧,૪૫,૦૦૦ લોકો પાર્કીન્‍સન ડીસીઝ સાથે જીવી રહ્યા છે અને દર કલાકે તેમાં બે વધુ દર્દીઓ ઉમેરાતા જાય છે એટલે કે દર વર્ષે નવા ૧૮૦૦૦ દર્દીઓ ઉમેરાય છે.

પાર્કીન્‍સન ડીસીઝ એ મગજની એક તકલીફ છે જેના કારણે ધ્રુજવું, જકડાવું, બેલેન્‍સ જાળવવામાં તકલીફ જેવી અનિચ્‍છિત અને રોકી ના શકાય તેવી હિલચાલ શરીરમાં થતી રહે છે. પાર્કીન્‍સન ડીસીઝના લક્ષણો ધીમે ધીમે વિકસે છે અને શરૂઆતમાં તે હળવા હોય છે. પાર્કીન્‍સના ઘણા બધા લક્ષણો છે. કેટલાક અભ્‍યાસોમાં કહેવાયું છે કે આ રોગસ્ત્રીઓ કરતા પુરૂષોને વધારે અસર કરે છે.

સ્‍નાયુઓનું જકડાવું એ પાર્કીન્‍સનનું મુખ્‍ય લક્ષણ છે. સ્‍નાયુઓના જકડાવાના કારણે આજુબાજુ મોઢું ફેરવવું કે ચહેરાના હાવભાવ દર્શાવવા મુશ્‍કેલ બને છે અને તેના કારણે ઘણીવાર સ્‍નાયુઓમાં દુખાવો પણ થાય છે. આ લક્ષણ ફકત ચહેરા પર જ નહી પણ પગમાં પણ જોવા મળે છે જે આગળ વધતા તેની ચાલ પર પણ અસર કરે છે.

જકડાયેલ સ્‍નાયુઓના કારણે વ્‍યકિતને સામાન્‍ય રીતે ચાલવામાં તકલીફ પડે છે અને તે ધીમો ચાલે છે. નિષ્‍ણાંતો આ ટુંકા ડગલા અને ધીમી ચાલને પાર્કીન્‍સન સામાન્‍ય લક્ષણ તરીકે ચેતવે છે. ચાલતા ચાલતા અચાનક પગ જકડાઇ જવાના કારણે ઉભા રહી જવું તે પાર્કીન્‍સનનું એડવાન્‍સ્‍ડ લક્ષણ હોઇ શકે છે. ચાલવામાં તકલીફ એ પણ પાર્કીન્‍સનનું લક્ષણ હોઇ શકે છે.

પાર્કીન્‍સનના દર્દીઓમાં સોજો આવવો તે સામાન્‍ય તકલીફ છે. જો કે સોજો ઘણા કારણોસર આવતો હોય છે પણ જો તે કાયમ રહે તો પાર્કીન્‍સનની આડઅસર હોઇ શકે છે. ઘણાં લોકોને પગ ભારે લાગવો અને તેને ઉપાડવામાં તકલીફ પણ થતી હોય છે. નિષ્‍ણાંતો અનુસાર બુટ પહેરવામાં તકલીફ અથવા પહેરેલા બુટ વધારે ટાઇટ લાગવા એ પણ પાર્કીન્‍સનનું લક્ષણ હોઇ શકે છે.

(10:16 am IST)