Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

તમારા ગજવામાં રહેલ નોટ ‘અનફીટ' તો નથી ને ?

તમારા ગજવામાં રહેલ નોટ ‘અનફીટ' તો નથી ને ? : કેવી રીતે ચેક કરવી અનફીટ નોટ

નવી દિલ્‍હી તા. ૪ : રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્‍યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્‍યો છે કે, તે દર ૩ મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે. આરબીઆઈએ નોટોને અલગ કરવા માટે કુલ ૧૦ માપદંડો નિર્ધારિત કર્યા છે. જેના દ્વારા બેંક યોગ્‍ય નોટની ઓળખાણ કરી શકશે.

RBIના આ નિયમને એટલા માટે જાહેર કર્યો છે જેથી સાફ અને સ્‍વચ્‍છ નોટોની ઓળખાણ થઈ શકે અને તેને રિસાઈકલ કરવામા મુશ્‍કેલીનો સામનો ન આવે. તો આવો જાણીએ તેમના માપદંડો વિશે જેના દ્વારા એ જાણી શકાય છે કે, કઈ નોટ અનફિટ છે.

આરબીઆઈના નિયમ અનુસાર નોટો અલગ કરવાના મશીનને યોગ્‍ય રીતે અનફિટ નોટોની ઓળખાણ માટે બનાવામાં આવ્‍યું છે. બેંકોને આ નિર્દેશ આપવામાં આવ્‍યો છે કે, તે આવી રીતે મશીનોનું સારી રીતે ધ્‍યાન રાખે. આ મશીન એ નોટોની ઓળખાણ કરે છે, જેને રિસાઈકલ કરવા માટે નોટોમાં બદલી શકાય. આપને જણાવી દઈએ કે, અનફિટ નોટો તે હોય છે, જે રિસાઈકલ માટે યોગ્‍ય માનવામાં આવે છે. આવી નોટોની ઓળખાણ કરીને બહાર કરે છે, જે કામની હોતી નથી.RBIએ બેંકોને એક સર્કુલર જાહેર કરીને આ જાણકારી આપી છે કે આરબીઆઈની પાસે હવે બેંકોએ નોટનો ફિટનેસ રિપોર્ટ જમા કરાવાનો રહેશે. તેની સાથે જ અલગ કરવામા આવેલી નોટોની સંખ્‍યા પણ જણાવાની રહેશે. ત્‍યાર બાદ આરબીઆઈ આ નોટોમાં ફેરફાર કરીને તેને ફિટ બનાવશે. ત્‍યાર બાદ તેને માર્કેટમાં ફરી વાર લોન્‍ચ કરવામાં આવશે.

આવી રીતે થશે અનફિટ નોટોની ઓળખાણ

  •   જો નોટ બહું ગંદી થઈ ગઈ હોય અને તેમાં વધારે ધૂળ લાગી હોય તો, આવી સ્‍થિતિમાં નોટને અનફિટ માનવામાં આવશે
  •   ઘણી વાર લાંબા સમય સુધી માર્કેટમાં રહેવાના કારણે નોટો લૂઝ અથવા ઢીલી થઈ જાય તો, આવી નોટ પણ અનફિટ થશે
  •   કિનારાથી લઈને વચ્‍ચે પણ નોટો ફાટેલી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
  •   જો નોટમાં બનેલા ડોગ ઈયર્સનો એરિયા ૧૦૦ વર્ગ મિલીમિટરથી વધારે અનફિટ માનવામાં આવશે
  •   જે નોટ પર ૮ વર્ગ મિમીથી વધારે કાણુ હોય તો, તેને અનફિટ નોટ માનવામાં આવશે
  •   નોટ પર વધારે દાગ અને ધબ્‍બા કે પેનની શાહી લાગી હોય તો તે નોટ પણ અનફિટ જાહેર થશે
  •   નોટનો રંગ ઉડી ગયો હોય તો તેને પણ અનફિટ જાહેર કરવી
  •   નોટ પર ટેપ, ગુંદર જેવી વસ્‍તુ લાગી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
  •   જો નોટનો રંગ બદલાઈ જાય તો તેને પણ અનફિટ જાહેર કરવી    
(11:25 am IST)