Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

' સાવધાન ..... ' : ભારતમાં ઓમિક્રોનના નવા કોવિડ સબ-વેરિયન્ટની એન્ટ્રી : દસ રાજ્યોમાં જોવા મળેલા 69 કેસ ચિંતાજનક હોવાની ઇઝરાયેલી નિષ્ણાતની ચેતવણી : દિલ્હી, હરિયાણા , હિમાચલ પ્રદેશ, સહીત દસ રાજ્યો માટે ખતરાની ઘંટી : દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા હજુ સત્તાવાર પુષ્ટિ કરવાની બાકી

ન્યુદિલ્હી :  ભારતમાં ઓમિક્રોનના નવા કોવિડ સબ-વેરિયન્ટની એન્ટ્રી થઇ ગઈ હોવાનું ઇઝરાયેલી નિષ્ણાતે જણાવ્યું છે. દેશના દસ રાજ્યોમાં જોવા મળેલા BA.2.75 પ્રકારના બીજા વંશના 69 કેસ ચિંતાજનક હોવાની તેમણે ચેતવણી આપી છે.

ઇઝરાયલી નિષ્ણાતે જણાવ્યા મુજબ ભારતના દસ રાજ્યોમાં જોવા મળેલા BA.2.75 પ્રકારના બીજા વંશના નવા કોવિડ સબ-વેરિયન્ટની સંખ્યા નીચે મુજબ છે.

દિલ્હી (1), હરિયાણા (6), હિમાચલ પ્રદેશ (3), જમ્મુ (1), કર્ણાટક (10), મધ્યપ્રદેશ (5), મહારાષ્ટ્ર (27), તેલંગાણા (2), ઉત્તર પ્રદેશ (1), અને પશ્ચિમ બંગાળમાં  (13) કેસ સહીત કુલ 69 કેસ જોવા મળ્યા છે. જે ખતરાની ઘંટી સમાન હોવાનું મંતવ્ય વ્યક્ત કરાયું છે. જો કે, ભારતીય આરોગ્ય મંત્રાલયે હજુ સુધી દેશમાં સબ-ડિટેક્શન વેરિઅન્ટની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ભારત ઉપરાંત, અન્ય સાત દેશોમાં પણ નવા ઓમિક્રોનના કેસ હોવાનું જણાવાયું છે. જેમાં જાપાન (1), જર્મની (2), યુકે (6), કેનેડા (2), યુએસ (2), ઓસ્ટ્રેલિયા (1), અને ન્યુઝીલેન્ડમાં ( 2), કેસ હોવાનું નેક્સ્ટસ્ટ્રેન ડેટા અનુસાર જાણવા મળે છે.

BA.2.75 એ પ્રભાવશાળી હશે કે કેમ તે "કહેવું ખૂબ જ વહેલું" હોવા છતાં,તેવું માનવામાં આવે છે કે આ પેટા વેરિઅન્ટ " એલાર્મિંગ તો ચોક્કસ છે કારણ કે તે આવનારા વલણ પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે.

ટેલ હાશોમેરમાં શેબા મેડિકલ સેન્ટર ખાતે સેન્ટ્રલ વાઈરોલોજી લેબોરેટરીના ડૉ. ફ્લેશોને જણાવ્યું કે ઓમિક્રોન પેટા-વંશ પર આધારિત બીજી પેઢીના પ્રકારોનો તાજેતરનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, ખાસ કરીને BA.1, BA.2, BA.3, BA.4 અને BA.5.પ્રકારના પેટા વેરિઅંટ જોવા મળ્યા છે.

ઈમ્પીરીયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિક થોમસ પીકોકના જણાવ્યા અનુસાર, પેટા વેરિઅન્ટ "નજીકથી નજર રાખવા" યોગ્ય છે. કારણ કે તેમાં તેના પિતૃ BA.2 ની તુલનામાં નોંધપાત્ર એન્ટિજેનિક ફેરફાર છે”.યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્રેડ હચ સંશોધન સંસ્થા ખાતે બ્લૂમ લેબએ પણ BA.2.75 પ્રકારની નોંધ લીધી છે.તેવું ઇનસાઇડ પેપર દ્વારા જાણવા મળે છે.

(12:18 pm IST)