Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભાજપના પૂર્વ ધારાસભ્યને પત્ની મારતી : બાળકોને ખાવાનું પણ ન આપતી : પતિએ કર્યો ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા.૪ : ભાજપના પૂર્વ ધારાસભ્યએ તેમની પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે પત્ની બાળકોને ખાવાનું પણ ન આપતી. મારી માતા પર ચોરીનો આરોપ લગાવીને તેને માર મારતી અને ઘરમાંથી કાઢી મૂકતી હતી. તે જ સમયે, અગાઉ પૂર્વ ધારાસભ્યની પત્નીએ પણ તેમના પર છેડતી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

છત્તીસગઢના ડોંગરગઢના ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને અનુસૂચિત જાતિ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રામજી ભારતીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ ૨૦૦૦માં રાયપુરની રહેવાસી સંગીતા સાથે થયા હતા. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના ચાર વર્ષ સુધી બધુ બરાબર હતું, ત્યારબાદ પત્નીનું વર્તન બદલાઈ ગયું. પરંતુ રાજકારણમાં વ્યસ્ત હોવાને કારણે હું કંઈ બોલી શક્યો નહીં.

(1:30 pm IST)