Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જો બાઈડનની ગેસની કિંમતો ઓછી કરવાની અપીલ ઉપર જેફ બેઝોસના પ્રહાર

રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર વ્હાઇટ હાઉસના પ્રવકતા જોન કિર્બીએ પણ રાષ્ટ્રપતિનો બચાવ કર્યો

ન્યુયોર્ક, તા.૪: એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસએ અમેરિકામાં આસમાને પહોંચેલી ગેસની કિંમતો ઓછી કરવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડ દ્વારા તેલ કંપનીઓને બોલાવવાની ટિકા કરી છે. તેના પર વ્હાઈટ હાઉસે રવિવારે અમેરીકી નેતાના બચાવમાં આગળ આવવું પડ્યું હતું.

બાઈડને શનિવારે ટ્વીટ કર્યું હતું કે, ગેસ સ્ટેશન ચલાવનારી અને પંપ પર કિંમતો નક્કી કરનારી કંપનીઓને મારો સીધો મેસેજ છે કે, આ યુદ્ધ અને વૈશ્વિક સંકટનો સમય છે.

બાઈડને કહ્યું કે, ઉત્પાદ માટે તમે પંપ પર જે કિંમતો વસૂલી રહ્યા છો તેમાં ઘટાડો કરો અને તે નજર પણ આવવું જોઈએ. તેને તાત્કાલિક કરો.

બેઝોસે કહ્યું કે, કા તો ખોટી દિશામાં છે અથવા મૂળભૂત બજારની ગતિશીલતા વિશે ઊંડી ગેરસમજ ઊભી કરનારી છે. અમેરિકી અબજપતિએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, આઉચ. વ્હાઈટ હાઉસ તરફથી આ પ્રકારના નિવેદન આપવા માટે મોંઘવારી ખૂબ મોટી સમસ્યા છે.

અમેરિકામાં પંપ પર ગેસોલિનની કિંમતો વ્યાપક મૂલ્ય વૃદ્ધિનું પ્રતીક બની ગઈ છે. તે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલાની બાઈડનની સ્વીકાર્યતાનું રેટિંગને ઘટાડી રહ્યા છે.

બાઈડન નિયમિતપણે ઓઈલ કંપનીઓ પર પ્રહારો કરી રહ્યા છે. તેઓ કહે છે કે, તેઓ માત્ર નફાની જ ચિંતા કરે છે અને સરેરાશ ઉપભોકતાની ભલાઈની નહીં.

તેના પર કંપનીઓનું કહેવું છે કે, તેમણે કિંમતોને ઘટાડવાના પ્રયત્નમાં ઉત્પાદનમાં વૃદ્ધિ કરી છે પરંતુ આ વિશ્વ બજાર પર આધારિત છે અને ગતિશીલતાને આધીન છે. જોકે, અમેરિકી દિગ્ગજ ઓઈલ કંપનીઓ નિયંત્રણમાં નથી.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કારીન જીન-પિયરે રવિવારે ટ્વીટર પર કહ્યું કે, છેલ્લા એક મહિનામાં ઓઈલની કિંમતોમાં લગભગ ૧૫ ડોલર પ્રતિ બેરલનો ઘટાડો નોંધાયો હતો. તેમણે લખ્યું કે, પરંતુ ઓઈલ પંપ પર કિંમતોમાં મુશ્કેલથી ઘટાડો નોંધાયો છે. આ 'બેઝિક માર્કેટ ડાયનેમિકસ' નથી. આ એક એવું બજાર છે જે અમેરિકન ઉપભોકતાને નિષ્ફળ કરી રહ્યું છે.

જૂનની શરૃઆતમાં ગેસોલિનની કિંમતો ૫ ડોલર પ્રતિ ગૈલનથી ઉપર રહી છે જો કે, કાર-ક્રેઝી દેશમાં અભૂતપૂર્વ છે. કિંમતોમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે એક વર્ષ પહેલા ૩ ડોલર પ્રતિ ગેલન સ્તરથી દૂર છે.

રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર વ્હાઇટ હાઉસના પ્રવકતા જોન કિર્બીએ પણ રવિવારે રાષ્ટ્રપતિનો બચાવ કર્યો હતો. કિર્બીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ઘણા મોરચે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છે. તેઓ કિંમત ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(3:41 pm IST)