Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દિગ્દર્શક તરુણ મજમુદારનું ૯૨ વર્ષે નિધન

મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે દાખલ હતા : મજમુદારને નેશનલ એવોર્ડ, બીએફજેએ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૪ : ભારતીય સિનેમાના જાણીતા દિગ્દર્શક તરુણ મજમુદારનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતાએ સવારે ૧૧:૧૭ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ડાયરેક્ટર લાંબા સમયથી બીમાર હતા અને ૧૪ જૂને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે કોલકાતાની જીજીદ્ભસ્ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ રવિવારે અચાનક તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેશન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે હોસ્પિટલમાં તરુણ મજમુદારને મળવા ગયા હતા. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા લખ્યુ છે કે, *હું જાણીતા ફિલ્મ દિગ્દર્શક તરુણ મજમુદારના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમણે આજે કલકત્તામાં અંતિમ શ્વાસ લીધા હતા.

તેમને પદ્મશ્રી, નેશનલ એવોર્ડ, બીએફજેએ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું તરુણ મજુમદારના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું

(7:56 pm IST)