Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મહાકાળી માતાનાં વિવાદિત પોસ્ટરને લઈ કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગ એક્શનમાં આવી : પોસ્ટર વિવાદ મામલે કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી

ફિલ્મ મેકર લીના મણિમેકલાઇની ડોક્યુમેન્ટ્રીથી વિવાદ સર્જાયો : ઉચ્ચઆયોગે કહ્યું - હિન્દૂ દેવી-દેવતાઓ સાથે અસભ્યતા કરવામાં આવી

નવી દિલ્લી તા.04 : 2 જૂલાઈએ ફિલ્મ મેકર લીના મણિમેકલાઇની ડોક્યુમેન્ટ્રીથી વિવાદ સર્જાયો હતો. જેમાં માં મહાકાળીને સિગરેટ પીતા અને હાથમાં LGBTQના ઝંડા લઈ બેસેલા જોવા મળે છે. જેને લઈ હવે કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગે નિવેદન આપ્યું છે. એમણે કહ્યું હતું કે, આ દેવી દેવતાઓનું અપમાન છે.

આ ફિલ્મના પોસ્ટરને કેનેડામાં આયોજિત કરવામાં આવેલા એક પ્રોજેક્ટ અન્ડર ધ ટેન્ટ હેઠળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ટોરન્ટોને આગા ખાન મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ હોબાળા બાદ હવે કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગે નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે, અમને કેનેડામાં હિન્દુ નેતાઓ તરફથી કેટલીક ફરિયાદો મળી છે. ફરિયાદોમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટરમાં હિન્દૂ દેવી-દેવતાઓ સાથે અસભ્યતા કરવામાં આવી છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ટોરન્ટોમાં અમારા કાઉન્સલેટ જનરલે કાર્યક્રમના આયોજનકર્તાઓને અમારી ચિંતાઓ અંગે જણાવ્યું છે. અમે કેટલાક હિન્દુ સમૂહોને પણ માહિતી આપી દીધી છે કે કેનેડામાં હાજર જવાબદારોને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે કેનેડાના અધિકારીઓને અપીલ કરી છે કે તમામ આપત્તિજનક મટિરીયલને તાત્કાલિક હટાવી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ મહાકાળીના પોસ્ટર ઇન્ડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈએ 2 જૂલાઈએ રિલીઝ કર્યું હતું. ફિલ્મના પોસ્ટરમાં માં મહાકાળીને સિગરેટ પીતા બતાવ્યા છે. એટલું જ નહીં, તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં એલજીબીટી સમુદાયનો સતરંગી ઝંડો બતાવ્યો છે. આ બન્ને વસ્તુઓ પર વિવાદ થઇ રહ્યો છે. યૂઝર લીના મણિમેકલઈની ધરપકડની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર લીના મણિમેકલઈને લોકો ખરાખોટી સંભળાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #Arrestleenamanimekalai ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, મેકર્સે પોસ્ટરમાં માં મહાકાળીનું અપમાન કર્યું છે.

લીનાએ સમગ્ર મામલે ટ્વિટ કરીને કહ્યું કે, ફિલ્મની આ ઘટનાઓની આસપાસ ઘુમે છે, જે તે સાંજની છે, જ્યારે મહાકાળી પ્રકત થાય છે અને ટોરન્ટોના રોડ પર ફરે છે. જો તમે ફોટો જુઓ છો તો હેશટેગ અરેસ્ટ લીના મણિમેકલઈ ન નાખો હેશ ટેગ લવ યૂ લીના મણિમેકલઈ નાખો. લીનાના આ ક્લેરિફિકેશન છતા સોશિયલ મીડિયા યૂઝર્સની નારાજગી ઓછી નથી થઈ. લોકોએ ફરીથી તેમને આડેહાથ લીધી છે.

(12:11 am IST)