Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પુષ્પામાં વિજય સેતુપતિની એન્ટ્રી? : વિજય ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે !

‘પુષ્પા ધ રૂલ’નું શૂટિંગ જુલાઈ અથવા ઓગસ્ટ 2022માં શરૂ થવાની આશા : ફિલ્મનાં નેગેટિવ રોલને લઈ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે

નવી દિલ્લી તા.04 :  ગત વર્ષની બ્લોકબસ્ટર “પુષ્પા”ની સિકવલનું શૂટિંગ ટૂક સમયમાં જ શરૂ થઈ શકે છે. જેને લઈ હવે એવી પણ વાત સામે આવી છે કે, ફિલ્મમાં વિજય સેતુપતિની એન્ટ્રી થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.

પ્રખ્યાત નિર્દેશક સુકુમાર દ્વારા નિર્દેશિત સુપરહિટ ફિલ્મ “પુષ્પાઃ ધ રાઇઝ” આ દિવસોમાં રિલીઝ થયેલી સૌથી મોટી બ્લોકબસ્ટર મૂવીમાની એક છે. હવે, બધાની નજર આ ફિલ્મની સિક્વલ પર છે, જેનું નામ ‘પુષ્પાઃ ધ રૂલ’ હશે. મીડિયામાં વહેતા થયેલા નવા અહેવાલો સૂચવે છે કે, નિર્માતાઓએ આ ફિલ્મમાં એક મહત્વપુર્ણ ભૂમિકા માટે વિજય સેતુપતિનો સંપર્ક કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. જો કે, હજી સુધી અભિનેતા વિજય સેતુપતિ અથવા ફિલ્મ પુષ્પાની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ સેતુપતિના સમાવેશ અંગેની પુષ્ટિ ટૂંક સમયમાં કરવામાં આવશે.

પુષ્પા: ધ રાઈઝમાં અમે જોયું કે ફિલ્મનો અંત અલ્લુ અર્જુન એટલે કે પુષ્પરાજ અને ફહાદ ફાસિલ એટલે કે ભંવરસિંહ શેખાવત વચ્ચેની મોટી લડાઈ સાથે થયો છે. અહેવાલો અનુસાર, ‘પુષ્પા ધ રૂલ’નું શૂટિંગ જુલાઈ અથવા ઓગસ્ટ 2022માં શરૂ થવાની આશા છે. એવી અફવાઓ પણ છે કે, જો બધુ બરાબર રહ્યું તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે “પુષ્પા: ધ રાઇઝ” માં નિર્માતાઓએ વિજય સેતુપતિને ફિલ્મમાં વન અધિકારીની ભૂમિકા ભજવવા માટે પસંદ કર્યા હતા. જો કે, તારીખના ઈસ્યુને કારણે તેમણે પ્રોજેક્ટમાંથી બહાર જવાનું પસંદ કર્યું.

ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો સામે આવી રહી છે કે ફિલ્મમાં રશ્મિકા મંદાનાનું પાત્ર મરી જશે. આ ફિલ્મના પહેલા ભાગમાં પુષ્પાના રોલમાં અલ્લુ અર્જુન અને શ્રીવલ્લીના રોલમાં રશ્મિકા મંદાનાએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી હતી અને હવે બીજા ભાગમાં પણ ચાહકો તેની પાસેથી આ જ અપેક્ષા રાખે છે. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, આ ફિલ્મ બદલો પર આધારિત હશે, જેમાં પુષ્પા શ્રીવલ્લીના મૃત્યુ પછી ભવર સિંહ શેખાવત પર બદલો લેશે.

(12:12 am IST)