Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આંધ્રના એક પરિવારનો અનોખો ગૌપ્રેમ

પહેલા ગાયનો ખોળો ભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ

હૈદ્રાબાદ, તા.૪: તમે ઘણા લોકોને જોયા હશે જેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે, પરંતુ થોડાજ લોકો છે જે તેમને તેમના ઘરના સભ્ય માને છે અને તેમના બાળકોની જેમ તેમની સંભાળ રાખે છે. આવું જ એક ઉદાહરણ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં રહેતા એક પરિવારે રજૂ કર્યું છે. આ પરિવાર તેમની ગાયને એટલો પ્રેમ કરે છે કે તેઓ પુત્રીની જેમ જ તેની સાથે વર્તે છે અને તેના વાછરડાને પણ પ્રેમ કરે છે જાણે કે તે તેમની પોતાની ગાય નથી પણ પોતાનું બાળક છે.

મચ્છીપટ્ટનમ બીચ રોડ પર રહેતા પરિવારે અગાઉ તેમની ગાય ગર્ભવતી થઈ ત્યારે તેના માટે બેબી શાવર(ખોળોભરવા નો પ્રસંગ) સમારંભનું આયોજન કર્યું હતું. તે જ સમયે, ગાયના વાછરડાના જન્મ પછી, પરિવારે બાળકના નામકરણ વિધિનું આયોજન કર્યું છે. આ સાથે, આજુબાજુના લોકોને આમંત્રિત કરીને તેમને આ ખાસ પ્રસંગે ભોજન કરાવ્યું. લોકો માટે ગાયનું બેબી શાવર(ખોળોભરવા નો પ્રસંગ) અને તેના બાળક માટે નામકરણ વિધિ કરવાનું સાંભળવું ખૂબ જ વિચિત્ર છે, પરંતુ આ પરિવાર, જે પોતાની ગાયને ખૂબ જ પ્રેમ કરે છે, તેને લોકોની વાતોનો કોઈ ફર્ક નથી પડતો.

વાછરડા માટે નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખા નામકરણ સમારંભનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પરિવારે વાછરડાને પારણામાં બેસાડ્યુ છે અને તે ખૂબ જ પ્રેમથી માનવ બાળકની જેમ ઝૂલી રહ્યું છે. આ ખાસ વાછરડાનો જન્મ માત્ર એક મહિના પહેલા થયો હતો. તેલુગુ રિવાજ મુજબ, એક મહિનાની અંદર, બાળકને પારણામાં બેસાડી તેનું નામકરણ કરવામાં આવે છે અને આને અનુસરીને વાછરડાને પારણામાં બેસાડવામાં આવ્યું છે. વીડિયોમાં, વાછરડું પણ પારણામાં બાળકની જેમ પોતાની જાતને પ્રેમ કરતું જોવા મળે છે. સમારોહમાં સામેલ દરેક વ્યકિત તેને જોઈને ખુશ છે.

(10:30 am IST)