Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સોશિયલ મીડિયા ઉપર સરસ્વતી દેવીની અભદ્ર તસવીરો મુકનાર બે શખ્સોના આગોતરા જામીન પટણા હાઇકોર્ટે ફગાવ્યા

આરોપીઓ નીચેની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અને નિયમિત જામીન માટે અરજી કરે તેવો અનુરોધ


પટણા : સોશિયલ મીડિયા ઉપર સરસ્વતી દેવીની અભદ્ર તસવીરો મુકનાર બે શખ્સોના આગોતરા જામીન પટણા હાઇકોર્ટે ફગાવી દીધા છે.આ બંને શખ્સોએ સરસ્વતી દેવીની પ્રતિમા સાથે ખુબ અભદ્ર અને અશ્લીલ ફોટોગ્રાફ્સ લીધા હતા.

જસ્ટિસ સુધીર સિંહની સિંગલ જજ બેન્ચએ જણાવ્યું હતું કે આરોપીઓએ જે કૃત્ય કર્યું છે તેને ધ્યાનમાં લેતાતેમને આગોતરા જામીન આપવાનું યોગ્ય લાગતું નથી. જો અરજદારો નીચેની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અને નિયમિત જામીન માટે અરજ કરે તો તેના પર વિચારણા કરવામાં આવશે. જો શક્ય હોય તો, નિયમિત જામીનનો  તે જ દિવસે નિકાલ કરવામાં આવે.
 
બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપસર પોલીસે એફઆઈઆર નોંધી હતી.જેના અનુસંધાને બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલોએ સોશિઅલ મીડિયા ઉપર ફોટાઓ મુક્યા નથી.તેઓ કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતા નથી.

નામદાર કોર્ટે આરોપીઓના આગોતરા જામીન ફગાવી દીધા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:36 am IST)