Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સેન્સેક્સમાં ૫૪૬ અને નિફ્ટીમાં ૧૨૮ પોઈન્ટનો મોટો ઊછાળો

બેન્કિંગ અને ફાઈનેન્શિયલ સ્ટોકમાં તેજીથી સ્થાનિક બજારોમાં ઊછાળો : સતત બીજા સત્રમાં બજારમાં ઊછાળો નોંધાયો, એચડીએફસી, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈના શેરોમાં સર્વાધિક ઊછાળો

મુંબઈ, તા.૪ : સ્થાનિક શેર બજાર બુધવારે ભારે ઊછાળા સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૫૪૬.૪૧ પોઈન્ટ એટલે કે ૧.૦૨ ટકાના ઊછાળા સાથે ૫૪,૩૬૯.૭૭ પોઈન્ટના સ્તરે બંધ થયો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૧૨૮.૦૫ પોઈન્ટની તેજી સાથે ૧૬,૨૫૮.૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર એચડીએફસીના શેરે સર્વાધિક ૪.૫૯ ટકાનો ઊછાળો નોંધાવ્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ અને એચડીએફસી બેન્કના શેરોમાં ખૂબજ વધુ તેજી જોવા મળી. નિફ્ટી પર ગ્રાસિમ, ટાઈટન, ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ અને હિંદાલ્કોના શેરમાં સૌથી વધૂ તૂટ જોવા મળી હતી.

બીએસઈ સેન્સેક્સ પર એચડીએફસીના શેરોમાં સર્વાધિક ૪.૭૭ ટકા, કોટક મહિદ્રા બેન્કના શેરમાં ૩.૭૪ ટકા, આઈસીઆઈસીઆ બેન્કના શેરમાં ૩.૫૮ ટકાનો ઊછાલો નોંધાયો હતો. આ ઉપરાંત એચડીએફસી બેક્ન, એક્સિસ બેન્ક, ડો. રેડ્ડીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ, બજાજ ફાયનાન્સ, પાવર ગ્રિડ, બજાજ ઓટો, એચસીએલ ટેક, એનટીપીસીના શેર લીલા નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ પર ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, મારુતિ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી, એમએન્ડએમ, આઈટીસી, બજાજ ફિનસર્વ, હિંદુસ્તાન લિવર લિમિટેડ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, ઈન્ફોસિસ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વીપી ( રિસર્ચ) અજિત મિશ્રાએ જણાવ્યું કે શેર બજારમાં સતત બીજા સત્રમાં ઊછાળો જોવા મળ્યો અને આ તેજી લગભગ એક ટકા સુધીની રહી. સ્થાનિક શેર બજાર વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોની વચ્ચે બેક્નિંગ તેમજ ફાઈનેન્શિયલ શેરોમાં વલેવાલીથી તેજીની સાથે બંધ થયા. બીજી બાજુ મોટા ભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ ઉચ્ચ સ્તર પર નફાવસૂલાતને લીધે લાલ નિશાન પર બંધ થયા. જિયોજિત ફાઈનેન્શિયલ સર્વિસિસમાં પ્રમુખ (રિસર્ચ) વિનોદ નાયરે કહ્યું કે આરબીઆઈ પોલીસી સાથે સંકળાયેલી આશા, ઉત્સાહજનક આર્થિક આંકડા, કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામને લીધે બેન્કિંગ અને ફાઈનેન્શિયલ સ્ટોકમાં તેજીથી સ્થાનિક શેર બજારોમાં ઊછાળો જોવા મળ્યો હતો

(7:35 pm IST)