Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પાકિસ્તાન રહેવા માટે વિશ્વમાં સૌથી સસ્તો દેશ : બીજા ક્રમે અફઘાનિસ્તાન અને ભારત ત્રીજ નંબરે

પાકિસ્તાનમાં રહેવાનો ઇન્ડેક્સ ૧૮.૫૮, અફઘાનિસ્તાનનો ઈન્ડેક્સ ૨૪.૫૧ અને ભારતમાં રહેવાનો ઈન્ડેક્સ ૨૫.૧૪ આવ્યો

નવી દિલ્હી :  પાકિસ્તાન રહેવા માટે આખા જગતમાં સૌથી સસ્તો અને બીજા નંબરનો સૌથી સસ્તો દેશ અફઘાનિસ્તાન હોવાનું વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના કોસ્ટ ઓફ લિવિંગ ફોર કન્ટ્રીઝ ઈન ૨૦૨૧ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

  રિપોર્ટ મુજબ ૨૨.૫૧ કરોડની વસ્તી ધરાવતો પાકિસ્તાનમાં રહેવાનો ઈન્ડેક્સ ૧૮.૫૮ આવ્યો હતો. ૩.૯૮ કરોડની વસ્તી ધરાવતા અફઘાનિસ્તાનમાં રહેવાનો ઈન્ડેક્સ ૨૪.૫૧ આવ્યો હતો અને ત્રીજા નંબરે ૧૩૯ કરોડની વસ્તી ધરાવતા ભારતનું નામ આવે છે. ભારતમાં રહેવાનો ઈન્ડેક્સ ૨૫.૧૪ આવ્યો હતો.

(12:25 pm IST)