Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરની ભૂમિકાની ઇચ્છા

સોનિયા ગાંધીના નેતૃત્વમાં સ્પેશ્યલ એડવાઇઝરી કમિટિ બનાવવા સલાહ

નવી દિલ્હી તા. ૪ : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે પાર્ટીમાં તેમની ભૂમિકાને લઇને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર કોંગ્રેસ જલ્દી નિર્ણય લઇ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં સામેલ થવા માટે મોટી ભૂમિકા ઇચ્છે છે અને તેની માટે તેમણે પાર્ટીને કેટલાક સૂચન પણ કર્યા છે.

પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા અને પાર્ટીના કેસમાં નિર્ણય લેનારી ટીમનો ભાગ બનવા માંગે છે. પાર્ટીની અંદર એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે આવનારા કેટલાક મહિનામાં કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તર પર મોટા બદલાવ થઇ શકે છે અને તે બાદ કેટલીક નવી નિયુકતીઓ કરવામાં આવશે. આ સાથે જ પાર્ટીમાં નવી સમિતિ પણ બનાવવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, પ્રશાંત કિશોરે કોંગ્રેસની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં એક સ્પેશ્યલ એડવાઇઝરી કમિટી બનાવવાની સલાહ આપી છે, જે રાજનીતિ સાથે જોડાયેલા મોટા નિર્ણય લેશે.પ્રશાંત કિશોર અનુસાર આ કમિટીમાં વધુ સભ્ય ના હોવા જોઇએ અને આ ગઠબંધનથી લઇને ચૂંટણી કેમ્પેઇનની રણનીતિ સુધી દરેક રાજનીતિ ગતિવિધિ પર ચર્ચા કરીને જ અંતિમ નિર્ણય લે.

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાને લઇને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીનિયર નેતાઓ પાસે અભિપ્રાય માંગ્યો હતો. ૨૨ જુલાઇએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી, જેમાં આ મુદ્દાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહુલ ગાંધી સિવાય એકે એન્ટની, મલ્લિકારૂર્જૂન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબીકા સોની સહિત લગભગ અડધા ડઝનથી વધારે પ્રમુખ નેતા સામેલ થયા હતા.

મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોરે ૧૩ જુલાઇએ દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તે બાદ કેટલીક રીતની અટકળો લગાવવામાં આવી હતી અને આ વાત સામે આવી હતી કે તે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે મોટી યોજના તૈયાર કરી રહ્યા છે.(

(3:15 pm IST)