Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મધ્યપ્રદેશમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ : ૧૧૭૧ ગામોમાં પાણી ઘુસ્યાઃ ૨૦૦ જેટલા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતી

અત્યાર સુધીમાં ૭૦૦ લોકોનું રેસ્કયું :ખાવાની વ્ચવસ્થા કરવાના આદેશ :જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી સતત સંપર્કમાં

ભોપાલ,તા.૪ : મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. જેમા ૧૧૭૧ જેટલા ગામમાં પાણી ઘૂસી ગયા છે. જે પૈકી ૨૦૦ જેટલા ગામમાંતો જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાય છે. વરસાદને કારણે અહિયા કુલ ૧૧૭૧ જેટલા ગામ પ્રભાવિત થયા છે. જેમા ખાસ તો ૨૦૦ જેટલા ગામમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. પરિણામે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણ દ્વારા રાજયમાં પૂરની સ્થિતીને લઈને સમિક્ષા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી દ્વારા પુર ગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર સાથે વાતચીત કરી. પુરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જેમા ઘણા લોકોને બચાવામાં આવ્યા, સાથેજ વાયુસેના દ્વારા પણ વરસાદી વાતાવારણ દૂર થતા રેસ્કયુ હાથ ધરવામાં આવશે. આજે મુખ્યમંત્રી પણ પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરવાના છે.

સીએમ શીવરાજ સિંહ ચોહાણે કહ્યું કે શિવપુરી જિલ્લામાં પાણી ઘટી રહ્યું છે. સાથેજ ત્યા અત્યાર સુધીમાં ૭૦૦ જેટલા લોકોને બચાવામાં આવ્યા છે. અહીયા અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા. સાથેજ તેમણે કહ્યું કે સેનાના જવાનો પણ નરવર અને પોહરી વિસ્તારમાં પહોચવાના છે. જોકે હાલ પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.

સમગ્ર મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ કે વાતાવરણ ખરાબ હોવાને કારણે વાયુસેના હેલીકોપ્ટરથી બચાવ કાર્ય માટે નથી પહોચી શકી. જોકે શિવપુર અને શ્યોપુરના ૨૨ ગામ જળબંબાકર સ્થિતીમાં છે ત્યાથી વાયુસેના દ્વારા ૧૧ લોકોનું રેસકયૂં હાથ ધરવામાં આવ્યું છે. શિવરાજસિંહે રાહત શિબિર અને ખાવાની વ્યવસ્થા કરવા માટે તંત્રને આદેશ આપ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે કોઈ પણ વ્યકિત અફવાઓ પર ધ્યાન ન આપે.

ઉલ્લેખનીય છે કે પૂરથી પ્રભાવીત જિલ્લાના કલેકટરો સાતે સતત મુખ્યમંત્રી સંપર્કમાં રહીને કામગીરી કરી રહ્યા છે. સાથેજ વાયુસેના દ્વારા પણ ટૂંક સમયમાં રેસકયું ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે.

(3:20 pm IST)