Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ટોક્યો ઓલિમ્પિકમાં કજાકિસ્તાનના સનાયવ નૂરિસ્લામને હરાવીને ભારતના રેસલર રવિકુમારે ફાઇનલમાં જગ્યા કરી લીધીઃ સિલ્વર મેડલ પાક્કો

ગુરૂવારે રવિ દહિયા ગોલ્ડ મેડલ માટે જંગમાં ઉતરશે

ટોક્યો: રેસલર રવિ કુમારે ઇતિહાસ રચી દીધો છે, તેમણે પુરૂષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં કજાકિસ્તાનના સનાયવ નૂરિસ્લામને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રવિએ આ સાથે જ સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે. રવિ કુમાર શરૂઆતના મુકાબલામાં પાછળ હતો. તે 5-9થી પાછળ ચાલી રહ્યો હતો. જોકે, રવિ પાસે વાપસીની તક હતી કારણ કે રેસલિંગમાં આ લીડ ઘણી વધુ નહતી. અહી દરેક સેકન્ડમાં સ્થિતિ બદલાય છે.

ગુરૂવારે ફાઇનલ 

રવિ દહિયા હવે ફાઇનલમાં ગુરૂવારે ગોલ્ડ માટે લડશે. સેમિ ફાઇનલમાં રવિ એક સમયે 8 પોઇન્ટ પાછળ ચાલી રહ્યો હતો. એમ લાગ્યુ કે તે હારી જશે પરંતુ 1 મિનિટ બાકી રહેતા રવિએ કજાકિસ્તાનના પહેલવાનને હરાવીને મુકાબલાની બહાર કરી દીધો હતો.

(3:58 pm IST)