Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રિલાયન્સ જીયોનો વાર્ષિ રૂ.૩૪૯૯નો પ્લાનઃ દરરોજ ૩ જીબી ડેટા-અનલિમીટેડ કોલિંગ ૧૦૦ ઍસઍમઍસ અને જીયો ઍપ્સનું ફ્રી સબ્સ્ક્રીપ્શન ઉપલબ્ધ

૪૦૧ રૂપિયાના પ્લાનમાં પણ ૩૪૯ રૂપિયાના પ્લાન જેવી સુવિધા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને અલગ-અલગ ડેટા લિમિટવાળા અનેક પ્લાન ઓફર કરે છે. જે ગ્રાહકોને ઓછો ડેટા જોઈએ તેના માટે દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટાવાળો પ્લાન છે. જેને વધુ ડેટાની જરૂર છે તેના માટે દરરોજ 3 જીબી ડેટાવાળા પ્લાનની ઓફર કરવામાં આવી રહી છે. આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન  વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે.

Jio નો 3499 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જીયોના આ પ્લાનને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ 1095 જીબી ડેટા મળે છે. 3499ને 1095 સાથે ભાંગાકાર કરતા 1 જીબી ડેટાની કિંમત 3.19 રૂપિયા આવે છે. આ કિંમત જીયોના બાકી 3 જીબી ડેટાવાળા પ્લાનમાં સૌથી ઓછી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ, 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

જીયોના 3 જીબી ડેટાવાળા અન્ય પ્લાન

મહત્વનું છે કે રિલાયન્સ જીયો દરરોજ 3જીબી ડેટાવાળા ત્રણ અન્ય પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 349 રૂપિયા, 401 રૂપિયા અને 999 રૂપિયા છે. 349 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. જેમાં અનલિમિડેટ કોલિંગ, 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 4.15 રૂપિયા થાય છે.

401 રૂપિયાના પ્લાનમાં પણ બધી સુવિધા 349 રૂપિયાવાળા પ્લાન જેવી છે. બસ તેમાં Disney + Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન અને છ જીબી વધારાનો ડેટા મળે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 4.45 રૂપિયાવ થાય છે. સૌથી છેલ્લો પ્લાન 999 રૂપિયાનો છે, જેમાં 84 દિવસ માટે કુલ 252 જીબી ડેટા, અનલિમિડેટ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં 1 જીબી ડેટાની કિંમત 3.96 રૂપિયા થાય છે.

(4:31 pm IST)