Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આ પાર્લામેન્ટ છે ગુજરાતનું જિમખાનું નથી : ઓબ્રાયન

પ્રશ્નકાળ નાબૂદીના નિર્ણય સામે આકરા બન્યા :આ પાર્લામેન્ટ છે ગુજરાતનું જિમખાનું નથી : ઓબ્રાયન

નવી દિલ્હી, તા. ૩ : સંસદ સત્ર શરૂ થવામાં હજી થોડાં દિવસો બાકી છે. કોરોના સંકટના કારણે આ વખતે ઘણો સંસદની કાર્યવાહીમાં ખાસ્સો ફેરફાર કરાયો છે. સરકારે પ્રશ્ન કાળને હટાવી દીધો હતો પણ વિપક્ષના ભારે વિરોધ પછી પ્રશ્નકાળ તેમાં સામેલ કરાયો છે. જોકે, લેખિતમાંજ સવાલ કરાશે તેવો આદેશ જારી કરીને સરકારે વધુ વિવાદ ફેલાવ્યો છે. આદેશ પ્રમાણે હવે સંસદમાં મોનસૂન સત્ર દરમિયાન લેખિતમાં સવાલ પુછી શકાશે. જેનો જવાબ લેખિતમાં જ મળશે. જો કે વિપક્ષ હજુ પણ આ નિર્ણયથી સંતુષ્ટ નથી.

સરકારના આ નિર્ણય પર ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટર લખ્યું કે, તમે પ્રશ્નકાળને મંજૂરી નથી આપી જ્યાં મંત્રીઓને સાંસદોના જવાબ આપવાના હોય છે. પરંતુ હવે તમે લેખિત સવાલ-જવાબ પર માની ગયા. ટુકડાઓ ફેંકવાનું બંધ કરો, આ સંસદ છે ગુજરાતનું જીમખાનું નથી.

કોરોના સંકટ વચ્ચે આ વખતે સંસદનું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે કોઈ પણ અવકાશ વગર ૧લી ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન બંન્ને ગૃહો અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. જેથી નિયમોનું પાલન થઈ શકે. પરંતુ પ્રશ્નકાળ અને શૂન્યરાળ નિરસ્ત કરવાના કારણે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે.

(12:00 am IST)