Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

તમામ ભારતીયો આત્મનિર્ભર ભારતના મિશન સાથે કાર્યરત : લોકલને ગ્લોબલ સાથે જોડશે :USISPF સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

વૈશ્વિક મહામારીમાં ભારતમાં સાજા થનાર લોકોની સંખ્યામાં ઝડપી વધારો : પ્રતિદસ લખે મૃત્યુદર અન્ય દેશો કરતા ઓછો

નવી દિલ્હી:વડાપ્રધાન  મોદીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચ (યુએસઆઈએસપીએફ)ના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સમ્મેલનને સબોધિત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતની 1.3 અબજની વસ્તી આત્મનિર્ભર ભારતના મિશન પર કામ કરી રહી છે. આ મિશન લોકલને ગ્લોબલને સાથે જોડે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, યુએસઆઈએસપીએફ ભારત-અમેરિકાની સાથે લાવ્યું છે.

વડાપ્રધાન  મોદીએ સમ્મેલનમાં કોરોના વાયરસ પર ભારતે લીધેલા પગલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ભારતની વસ્તી 1 અબજ 30 કરોડથી વધારે છે તેમ છતાં પ્રતિ દસ લાખે કોરોનાનો મૃત્યુદર અન્ય દેશોની તુલનામાં ઓછો છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે 2020 શરૂ થયું હતું ત્યારે કોઈ વિચાર્યું નહતું કે આ વર્ષ કેવું રહેશે. એક વૈશ્વિક મહામારીએ તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. કોરનાની અસર અનેક વસ્તુઓ પર થઈ છે પરંતુ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ પર તેની કોઈ અસર થઈ નથી.

 

(8:48 am IST)